મહાપાલિકાના બજેટથી રાજકોટ વિકાસની નવી ક્ષિતિજ સર કરશે તેમ ભાજપના આગેવાનો મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડે બજેટને આવકારી જણાવ્યું હતું.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને શહેરની આશા અને અપેક્ષ્ાા પૂર્ણ કરનારૂ તેમજ તમામ વર્ગની સુખાકારીમાં વધારો કરનારા નાણાકીય વર્ષ ર0ર1-રર નું રૂા.રર7પ.80 કરોડનું બજેટ મંજુર કરવા બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં ફરી એક વખત શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટીને શાસનની ધુરા સોંપી છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના સ્માર્ટ સીટીના મિશનમાં રાજકોટ શહેરને સ્થાન અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયની પ્રગતિશીલ, સંવેદનશીલ, નિર્ણાયક અને પારદર્શક સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સિંહફાળો રહયો છે.
રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે અને દેશ અને વિશ્ર્વના શ્રેષ્ઠ શહેરની હરોળમાં સ્થાન પામે તે દિશામાં આ બજેટ રજુ કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવેલ કે રાજકોટના સર્વાગિ વિકાસમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થા રાજકોટ મહાનગરપાલિકાની ભુમિકા પાયારૂપ રહી છે. બજેટમાં રાજકોટ ઝડપભેર વધુને વધુ પ્રગતિ સાધે, શહેર રહેવાલાયક અને માણવાલાયક બને તેવા ઉદેશને સાર્થક કરવાના દ્રષ્ટિકોણથી આ બજેટમાં અનેકવિધ ક્ષ્ોત્રોને આવરી લેવાનો પ્રયાસ ર્ક્યો છે અને તે અંગેના વિવિધ પ્રોજેકટ, યોજનાઓ અને કાર્યો સંબધી જોગવાઈઓ કરવામાં આવી છે.
કોરોના કાળમાં પણ રાજકોટ માં વિકાસ કાર્યો ચાલુ રહયા છે ત્યારે શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર ની સુવિધા આપવામાં આવેલ છે, જેનો દૈનિક ધોરણે હજારો જરૂરીયાતમંદ લોકો લાભ લે છે ત્યારે આ બજેટમાં આરોગ્ય કેન્દ્રનું ડીજીટાઈઝેશન તથા અપગ્રેેડેશન ની પણ જોગવાઈ કરવામાં આવી છે. ભાજપ શાસિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ આ બજેટમાં શહેરીજનોની અપેક્ષ્ાાઓ અને આકાંક્ષ્ાાઓ પરિપૂર્ણ થશે તમે ઝડપી શહેરીકરણને લીધે રાજકોટ મહાનગરપાલિકાની ભુમિકા વધુ ને વધુ વ્યાપક બની રહી છે.ત્યારે આ બજેટ મંજુર કરવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજે રાજકોટના વિકાસમાં દેશના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના સફળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિકાસયાત્રા આગેકુચ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ર0ર1-ર0રરના રૂ.રર7પ.80 કરોડના બજેટને આવકારી ભાજપ શાસકોને શુભેચ્છા આપતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મંત્ર અનુસાર એટલે કે જયાં માનવી ત્યાં સુવિધાને નજર સમક્ષ્ા રાખી કોર્પોરેશન ધ્વારા બજેટ રજુ કરવામાં આવતું હોય છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ ધ્વારા આ બજેટ માં શહેરના વિકાસ કામો માટે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના પ્રજાલક્ષ્ાી નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્યા છે અને શહેરીજનોનું જીવનધોરણ વધુ સુવિધાસભર બને તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા આગામી પાંચ વર્ષમાં શહેરને વિકાસની એક નવી ઉંચાઈએ લઈ જવા કૃતનિશ્ર્ચયી છે.
વાહન વ્યવહારથી સરળતા માટે અન્ડરબ્રીજ / ઓવરબ્રીજનું નિર્માણ અને પાણી પુરવઠા નેટવર્કમાં સુધારા કરવાનું આયોજન પણ હાથ ધરાશે. બજેટમાં શહેરીજનોનું જીવન સુવિધાસભર બને તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે આ પદાધિકારીઓને આ બજેટ મંજુર કરવા બદલ આવકારી અભિનંદન આપતા રાજકોટ મહાનગરપાલિકા નું આ બજેટ શહેર માટે સર્વસમાવેશક વિકાસ પ્રક્રિયાનું એન્જીન બની રહેશે તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજે અંતમાં જણાવ્યું હતું.