વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા એક ગરબો લખવામાં આવ્યો છે. જેને ‘માડી’ નામ આપવામાં આવ્યું છે.
શકિતની આરાધના સ્વરુપે વડાપ્રધાન દ્વારા લખાયેલા ગરબાને ઘર ઘર સુધી પહોચાડવા આજે રાજકોટના રાસવીરો આજે ગરબે ઘુમી ઇતિહાસ રચશે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉ5સ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉ5સ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે
આજે સાંજે 7 ના ટકોરે 1 લાખથી વધુ રાજકોટવાસીઓ ડ્રગ્સ મુકત રાજકોટના સંકલ્પ સાથે ઐતિહાસિક ગરબા ઉત્સવ ઉજવી વિશ્ર્વ વિક્રમ સ્થાપશે. બોલીવુડના જાણીતા ગાયક અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિક ગોહિલ અને તેની ટીમ દ્વારા ગરબાની પ્રસ્તૃતિ કરવામાં આવશે એક સાથે એક લાખથી વધુ લોકો ગરબાના તાલે ઝુમિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં આ વિશ્ર્વ વિક્રમની નોંધ લેવામાં આવશે. ખેલૈયાઓની સુરક્ષા માટે 30 મેડિકલ ટીમ અને 10 એમ્બ્યુલન્સ સ્થળ પર તહેનાત રહેશે. યુવા ધન માટે ર0 આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. આકર્ષક અને કલાત્મક સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ લાખ સ્કેવર ફીટમાં એક સાથે એક લાખ થી વધુ યુવાનો ગરબે ઘુમતા હોય તેવો પ્રથમ અવસર હશે આયોજનના માઇક્રો પ્લાનીંગ માટે પ00 થી વધુ યુવાનોને જવાબદારી સોંપવામાં આવી છે.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાઘ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા, શહેર ભારતીય જનતા પાર્ટીના અઘ્યક્ષ મુકેશભાઇ દોશી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા, મહામંત્રી પરિમલભાઇ પરડવા તેમજ ઇન્ક્રેડીબલ ગ્રુપના અતુલભાઇ વાઘેલા તેમજ યોગીભાઇ સોલંકીના માર્ગદર્શનમા: ભાજપા શહેરના કાર્યકરો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો અને શાળા સંચાલકો તેમજ ઇન્ક્રેડીબલ ગ્રુપના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
રેસકોર્સ રીંગ રોડને જોડતા ચાર માર્ગો પર સાંજથી નો-એન્ટ્રી: 13 સ્થળે ફ્રી પાર્કિંગ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે નરેન્દ્ર મોદી રચિત ” માડી ગરબા ” ઉપર એક લાખ લોકો ગરબે ઘૂમી વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો હોય મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ આ કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
પોલીસ કમિશનરના જાહેરનામાંમાં દર્શાવ્યા પ્રમાણે રેસકોર્ષ રીંગ રોડને જોડતા ચાર માર્ગો ઉપર નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવ્યું છે જેમાં એનસીસી ચોકથી પોલીસ હેડ ક્વાતારથી બહુમાળી ભવન ચોક, રૂડા બિલ્ડીંગથી પોલીસ હેડ ક્વાટર સુધી, સીઆઈડી ઓફ્સિથી એસપી બંગલો સુધી અને આદિત્ય બિલ્ડીંગથી નવલ્ર્ડ સામેની શેરી સુધી તમામ પ્રકારના વાહનોને પ્રવેશબંધી અને પાર્કિંગ ન કરવા જણાવાયું છે ગરબામાં ભાગ લેવા આવતા વાહનચાલકો પોલીસ હેડ ક્વાટરના કોમ્યુનીટી ગેટથી હેડ ક્વાટરમાં જઈ શકશે જયારે શ્રોફ રોડથી મારૂતીનગર એરપોર્ટ લટક તરફ જતા લોકો ચાણક્ય બિલ્ડીંગથી જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા મેયર બંગલોથી અને આયકર ભવનથી બહુમાળી ભવન ચોક જતા લોકો કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક થઈને જઈ શકશે. ગરબામાં આવતા લોકો માટે 13 સ્થળે ફ્રી પાર્કિંગની
વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ચૌધરી હાઈસ્કુલ મેદાન, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, બહુમાળી ભવન ચોક, ઇન્ડોર સ્ટેડીયમ, સર ગોસલીયા માર્ગવાળી શેરી, એસપી બંગલાવાળી શેરી, ગીત ગુર્જરી સોસાયટીના બગીચાની એક સાઈડ. બગીચા સામે, એરપોર્ટ લટકથી આમ્રપાલી લટક તરફ, કિશાનપરા સાયકલ શેરીંગવાળી જગ્યા બાલભવન આર્ટ ગેલેરી સુધી, નવી કલેકટર કચેરી સામેનું ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાટરનો સમાવેશ થાય છે.જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે.