ભંગારમાંથી રાજકોટ શહેરનાં વિવિધ મુદાઓ વણી લેતી કૃતી બનાવશે આર્ટીસ્ટો
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના વિવિધ મુદાઓને આવરી લઈ સ્ક્રેપ સ્કલ્પચર આર્ટ અને સ્ટોન આર્ટના લાઈવ પ્રદર્શનનું આયોજન આવતીકાલથી પંદર દિવસ સુધી રાજકોટ રેસકોષૅ આર્ટ ગેલેરી પાસેનાં ગ્રાઉન્ડમાં કરાયું છે. જે નિહાળવા લોકો માટે લહાવો બની રહેશે. સામાન્ય રીતે પેઈન્ટીંગ કે કોઈ કલાકૃતી બનાવવા માટે રો મટીરીયલનો વધુ ખર્ચ થતો હોય છે. પરંતુ રાજકોટ મહાનગરપાલીકામાં પડેલ લોખંડ અને અન્ય ભંગારમાંથી વિવિધ પ્રકારનાં સ્ક્રેપ સ્કલ્પચર આર્ટનું આયોજન કરાયું છે. ભંગારમાંથી વિવિધ આકૃતીઓ પ્રતીકૃતીઓ અને પ્રતિમાઓ બનાવવામાં આવશે જેમાં રાજકોટ શહેરનાં વિવિધ દશ મુદાઓ વોટર ક્ધઝર્વેશન, એન્જીનીયરીંગ, ગાંધી, સરદાર, સમાર્ટ સીટી, લાયન, કાળીયાર (બ્લેકબગ) ગ્રાઉન્ડનટ, જેવા મુદાને આવરી લઈ ને આકૃતીઓ બનાવાશે આ આકૃતિઓ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ ફાઈન આર્ટસના દશ વિદ્યાર્થીઓ પોતાની ક્રીએટીવીનો અદભૂત નજારો લોકોને બતાવી મંત્રમુગ્ધ કરશે. જેમાં અજય પરમાર, રાજેશ મૂલ્યા, રાજયગૂ દેવદૂત, લલીત સોલંકી, સુનીલ શ્રીધર, જીતુ ઓઝા, પીન્ટુ મહાતો, પીજુસ પાતરા, વિનોદ પટેલ, વિકાસ ખજુરીયા, ૧૫ દિવસ માટે રાજકોટના લોકોને લાઈવ સ્ક્રેપ સ્કલ્પચર આર્ટ બતાવશે. આ ઉપરાંત સ્ટોન આર્ટ (શીલ્પકલા)નું પણ આયોજન કરાયું છે.