રાજકોટ રામના રંગે રંગાશે. અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરની આગામી 22મીએ   પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત લાઈવ પ્રસારણ કરવામાં આવશે. રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વોર્ડ વાઈઝ એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત શહેરીજનો બહોળી સંખ્યામાં લાઈવ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.

મેયર નયનાબેન પેઠડીયા સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓની ઘોષણા

આ અંગે વધુ  માહિતી આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ અને ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની તા.22મીના રોજ પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે આ મહોત્સવનું શહેરીજનો બહોળી સંખ્યામાં લાઈવ નિહાળી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત જીવંત પ્રસારણ કરવામાં આવશે.

વોર્ડ નં.1માં રામાપીર ચોકડી, વોર્ડ નં.2માં હનુમાન મઢી ચોક, વોર્ડ નં.3માં આંબલીયા હનુમાન, વોર્ડ નં.4માં મોરબી રોડ, જકાતનાકા, વોર્ડ નં.5માં બાલક હનુમાન, વોર્ડ નં.6માં જલગંગા ચોક, સંતકબીર રોડ, વોર્ડ નં.7માં ત્રિકોણબાગ,વોર્ડ નં. 8માં સોજિત્રા નગર, પાણીના ટાંકા પાસે,વોર્ડ નં. 9માં રાજ પેલેસ ચોક, સાધુ વાસવાણી રોડ,વોર્ડ નં. 10માં પુષ્કરધામ મંદિર,વોર્ડ નં. 11માં  શિવમ પાર્ક ચોક,વોર્ડ નં. 12માં  પુનિતનગર ચોક,વોર્ડ નં. 13માં સ્વામિનારાયણ ચોક,વોર્ડ નં. 14માં પવનપુત્ર ચોક,વોર્ડ નં. 15માં  ચુનારાવાડ ચોક,વોર્ડ નં. 16માં  દેવપરા ચોક,વોર્ડ નં. 17માં ત્રિશુલ ચોક અને વોર્ડ નં. 18માં ધારેશ્વર મહાદેવ, આસોપાલવ સોસાયટી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.