• ભજન, ભોજન અને સેવાના ત્રિવેણી ધામ  સમું
  • દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેશે: કથા સદ્ભાવના વૃદ્વાશ્રમના લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે: વિદેશથી પણ 10 હજાર રામકથાપ્રેમીઓ આવશે

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિષ્ઠ મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. આ રામકથા એ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે.કથા દરમિયાન પ્રત્યેક મહેમાનો તેમજ રામ ભક્તોને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમુલ્ય લહાવો મળી રહે અને બાપુની અમૃત વાણીનું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડની અલાયદી એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કથાની બેઠક વ્યવસ્થાના ધાર્મિક પરિસરને વધુ રસમય બનાવવા વિવિધ ધાર્મિક ખંડોને દશરથ ખંડ, રામ ખંડ, હનુમાન ખંડ, સીતા ખંડ, ભરત ખંડ, લક્ષ્મણ ખંડ, ઉર્મિલા ખંડ, અયોધ્યા ખંડ, કૈકૈયી ખંડ, અહલ્યા ખંડ, શબરી ખંડ વગેરે જેવા નામ આપી વિભાજીત કરવામાં આવેલા છે. તેમજ કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. વૃક્ષો ફળ પણ આપે છે અને વૃદ્ધો પણ આશીર્વાદ રૂપે ફળ આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલોની સેવા કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે કરવામાં આવ્યું છે.રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું રેસકોર્સ ગ્રાઉન્ડ, આયોજન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્ર્વિક રામકથાનું કરશે રસપાન

પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિસમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપશે.

રામકથા “માનસ સદ્ભાવના” સંતો અને મહંતો હાજરી આપશે

રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની 947મી વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવના23 નવેમ્બરથી શરૂ થઈને 1 ડિસેમ્બર સુધી

કથા શ્રાવકો માટે વિવિધ સ્થળેથી વિનામૂલ્યે બસની વ્યવસ્થા

સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા : માનસ સદભાવના નું આયોજન કરવામાં આવ્યું છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન થયું છે.વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે. વૈશ્ર્વિક રામકથામાં કથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે વિવિધ સ્થળેથી વિના મુલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનો લાભ લેવા ઇચ્છતા ભાવિક શ્રોતાઓ માટે બસની વિનામૂલ્યે વિશેષ સુવિધા આયોજકોએ કરી છે. જેટલી જરૂર પડશે એટલા ફેરા નિયત કરેલી બસો કથા સ્થળ અને નિયત થયેલા સ્ટેન્ડ વચ્ચે કરશે. લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વિનામૂલ્યે બસમાં લોકો કથા સ્થળ સુધી આવી શકશે અને ત્યાંથી પરત પણ ફરી શકશે. શહેરના અલગ અલગ વિસ્તાર માંથી બસ દોડાવવામાં આવશે. તમામ જગ્યાએથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોચશે. બસ વ્યવસ્થા 23 નવેમ્બરે બપોરે 2-30 વાગ્યે અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 8-30 વાગ્યાથી રાખવામાં આવી છે. જે લોકો બસના પોઈન્ટ પર ઉભા રહી જશે તેમને બસ કથા સ્થળે એટલે કે રેસકોર્ષ પહોચાડશે. કથા માટે રાજકોટના લોકોનો ઉત્સાહ જોઈને કથાના આયોજકોએ વાહન વ્યવસ્થાપન સમિતિ રચી છે જે સમિતિ ભક્તજનોને કથા સ્થળ પર લઇ જવા તથા પરત પોઈન્ટ પર મૂકી જવાની તમામ વ્યવસ્થા સંભાળશે.

આ બસ વ્યવસ્થા દ્વારા કથા શ્રાવકો કથા શ્રવણ કરવા માટે રાજકોટનાં વિવિધ સ્થળેથી રેસકોર્ષ (અયોધ્યા નગરી) સુધી પહોચી શકશે અને કથા પૂર્ણ થયા બાદ જે – તે સ્થળે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.