મેયર, ધારાસભ્ય સહિતના આગેવાનોએ રેસકોર્સ, ન્યારી ડેમ, આજીડેમ તેમજ જુદા-જુદા વોર્ડોમાં વૃક્ષારોપણ કર્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોી ૧લી ઓગસ્ટણા રોજ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. શહેર હરિયાળુ અને પ્રદુષણમુક્ત બને તે માટે શહેરની સામજિક, શૈક્ષણિક સંસઓ તેમજ સોસાયટીના હોદેદારો, શહેરીજનો વગેરેને જોડી વ્રુક્ષારોપણ કરવામાં આવે છે. આજે રેસકોર્ષ, ન્યારી ડેમ સાઈડ, આજી ડેમ સાઈડ ઉપરાંત જુદા જુદા વોર્ડમાં સવારના ૯:૩૦ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્ષ ક્રિકેટ સ્ટેડીયમની બાજું આવેલ ગાર્ડનમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, આરોગ્ય સમિતિના ચેરમેન અને વોર્ડ નં.૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, નગર પ્રામિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વૃક્ષપ્રેમી વિજયભાઈ ડોબરિયા, મ્યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીઆ, આસી. કમિશનર હર્ષદ પટેલ, ગાર્ડન વિભાગના ડાયરેક્ટર કે.ડી.હાપલીયા, વિસ્તારના રહેવાસીઓ વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વેસ્ટ ઝોનમાં ન્યારી ડેમ ડાઉનસ્ટ્રીમ ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ રાજકોટ શહેરભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, જીનિયસ સ્કુલના ડી.વિ.મહેતા, ગાર્ડી વિદ્યાપીઠના મેનેજીંગ ડિરેક્ટર જાય મહેતા, વાઈસ ચેરમેન કિરણભાઈ શાહ, પ્રીન્સીપાલ પ્રોફેસર ચિરાગ ઓઝા તા વિમલ પટેલ, રોશનીબેન ાવાની, સિર્ધાભાઈ પટેલ, ડે. કમિશનર આર.જે હાલાણી, ગાર્ડન સુપરવાઈઝર એલ.જે.ચૌહાણ, આર. કે. ત્રિવેદી તા સંસના વિર્દ્યાીઓ વિગેરે ઉપસ્તિ રહેલ.

ઈસ્ટ ઝોન આજી ડેમ સાઈડ શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, બાગ બગીચાના ચેરમેન દેવુબેન મનસુખભાઈ જાદવ, કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ રાદડિયા, જીનીવા ડાઈંગવાળા બાબુભાઈ વેકરીયા, ડે.કમિશનર અરુણ મહેશ બાબુ વિગેરે ઉપસ્તિ રહેલ. ઉપરોક્ત ત્રણેય સ્ળોએ સવારના ૦૯:૩૦ કલાકે ઉપસ્તિ મહાનુભાવોના વરદ હસ્તે વ્રુક્ષારોપણ કરવામાં આવેલ. તેમજ શહેરના જુદા જુદા વોર્ડમાં પણ કોર્પોરેટરો, વિસ્તારના આગેવાનો તા લતાવાસીઓ દ્વારા વ્રુક્ષારોપણ કરયેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.