કોર્પોરેટ ક્ષેત્રમાં સંબંધો વધુ સુદ્રઢ બને તેવા પ્રયાસ: ૧૭મીથી લીગનો પ્રારંભ
રાજકોટમાં આગામી ૧૭મી જુનથી રાજકોટ કોર્પોરેટ લીગ દ્વારા (આરસીસીએલ) ક્રિકેટ લીગ શરૂ થનાર છે. જેમાં રાજકોટની ૧૬ કંપનીઓ ભાગ લેનાર છે અને કંપનીના કર્મચારીઓ વચ્ચે સંબંધો સુદ્રઢ થાય તેવા પ્રયાસથી આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વધુ વિગત આપવા ૨૧મેના રોજ લીમડા ચોક, કમ્ફર્ટ ઈન હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદ સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ડ્રાઈવીન સિનેમા ગ્રાઉન્ડ ખાતે ૧૭મી જુનથી ૨૪ જુન દરમિયાન આ ક્રિકેટ લીગનો પ્રારંભ થશે. જેમાં રાજકોટની ૧૬ ટીમો વચ્ચે ટકકર થશે અને આ ૧૬ ટીમોમાં એસ.બી.બાઈ, અમુલ, માહી અને પ્રેમજી વાલજી જવેલર્સ સહિતની ટીમો ટકરાશે. રાજકોટમાં પ્રથમવાર આવી લીગનું આયોજન થનાર છે. જેમાં ૧૬ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે અને દરેક ટીમ ત્રણ મેચ રમશે. ચાર ગ્રુપમાંની ટોપ ટીમ સેમીફાઈનલમાં ટકરાશે અને ત્યારબાદ બે ટીમ ફાઈનલમાં જંગ ખેલશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આઈપીએલની જેમ આરસીસીએલમાં પણ દેશનું કલ્ચર જોવા મળે તેવી રીતે ચીઅર લીડર્સ પણ આકર્ષક જમાવશે. ખાસ તો આ લીગમાં શરૂઆતની મેચ ૧૫ ઓવરની રહેશે અને ફાઈનલ મેચ ૨૦ ઓવરની રહેશે. સમગ્ર લીગ ટેનીસ બોલથી રમાડવામાં આવશે. મેન ઓફ ધ મેચને ટ્રોફી એનાયત કરાશે. આ લીગ રમાડવા પાછળનો મુખ્ય હેતુ કંપનીઓના કર્મચારીઓ વચ્ચે સંબંધો સુદ્રઢ બને તેવો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com