વિડીયો કોન્ફરન્સ દ્વારા જ કોર્ટની કાર્યવાહી કરવાના પ્રયાસો : હોમિયોપેથી દવાનું વિતરણ થયું
દુનિયાભરમાં જ્યારે કોરોનાનો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભગવાનની દયા થી રાજકોટ અને રાજ્યમાં હાલ કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. પરંતુ કોરોના અંગે જાગૃતી ના પગલે રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ માટે દરેક બેરેકમાં હેન્ડવોશ, સેનેટાઇઝર સાથે જેલમાં કેદીઓ દ્વારા જ માસ્કનું ઉત્પાદન કરવામાં આવશે. જેના માટે રાજકોટ જેલમાથી જ વીડિયો કોન્ફરન્સ મારફતે જ કોર્ટની કાર્યવાહી શક્ય બને તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. જેલ અધિક્ષક બન્નો જોષીના એ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કોરોના વાયરસ સાવચેતીના પગલાં અંગે કાર્યવાહી થઈ રહી છે. જેના માટે કોર્ટની કાર્યવાહી માટે કેદીઓ જેલમાં જ બેસી વિડીયો કોન્ફરન્સ દ્વારા જ હાજરી આપી શકે તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. જેલમાં જે કેદીઓ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી માર્ગદર્શન, રક્ષાત્મક ઉપાયો સુચવાયા હતા. સાથે કોરોના સામે ડર્યા વગર સાવચેતી ના પગલાં અંગે સૂચનો અને તબીબે માહિતી આપી હતી. હાલ કેદીઓ કોર્ટ કાર્યવાહી અને અન્ય કારણોસર બહાર જતા હોય ત્યારે તેમને માસ્ક આપવામાં આવે છે. પરંતુ જેલમાં જ કેદીઓ દ્વારા માસ્કનું ઉત્પાદન થઈ શકે તેના માટે કાર્યવિધિ પણ હાથ ધરવામાં આવી છે.જેના માટે જેલના કેદીઓને રો મટિરિયલ પણ પૂરું પાડવામાં આવશે. જ્યારે દરેક બેરેક માં હેન્ડવોશ, સેનેટાઇઝર સહિતની ચીજ વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જે સાથે નિ:શુલ્ક દરે હોમિયોપેથીકની દવાઓનું વિતરણ કરવામાં આવશે અને ૨૪ મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.સાથે રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને સ્ટાફ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
રાજકોટ જેલમાં વધુ એક વખત મોબાઈલ, તમાકુ, સિગારેટ સાથેનો દડો આવ્યો
રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક તરફ કેદીઓની રક્ષા માટે કોરોના અંગે સજાકતા માટે શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ફરી એક વખત જેલમાં બહારના ભાગેથી દડા સાથે વીંટળાઈ મોબાઈલ, તમ્બાકુ અને સિગારેટ ફેંકાયું હતું. ફરજ પર હાજર સુબેદાર હરેશભાઈની નજર તેના પર પડી જતા ઉપરના અધિકારો ને સોંપવામાં આવ્યું હતું. જેની તપાસ કરતા તેમાંથી એક મોબાઈલ ફોન, એક સરકીટ, ૪ ચાર્જર કેબલ, ડેટા કેબલ, બીડીની ૧૦ જુડી, ૯ તમ્બાકુની પડીકી, ૨ સિગારેટના પેકેટ, અને ૫ ચુનાની ટોટી મળી આવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી પ્ર.નગર પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.