રાજકોટમાં મારામારીના બે બનાવો પ્રકાશિત થયા છે. જેમાં પ્રથમ બનાવમાં મોરબી રોડ પર ખાટકીવાસમાં રહેતા યુવાનનાં મિત્ર સાથે જૂના ઝઘડાંના ખારમાં યુવાને સાથી મિત્રને છરીના ઘા ઝીંકી દેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બનાવમાં ઢાંઢણી બસ સ્ટેશન નજીક “અહી કેમ ઉભો છો કહી” યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

આમ બી- ડીવીઝન પોલને તાલુકા પોલીસે ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ ખાટકીવાસ નજીક રહેતો હામીદ ઇકબાલ ખાટકી પર વિજય દિપક ચુડાસમએ તેના મિત્ર રઇશ સાથે થયેલ જૂની અદાવતનો ખાર રાખી વિજયે હામીદને ‘તું રઇશ સાથે કેમ ફરે છે’ તેમ કહી છરીના ઘા ઝીંક્યા હતા અને અન્ય તેના મિત્ર વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.

જેથી હામીદને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને બી-ડીવીઝન પોલીસે વિજય વિરુધ્ધ ગુંનો નોંધી વધુ તપાસ હાથધરી છે. અન્ય બનાવમા ઢાંઢણી બસ સ્ટેશન પાસે ઘનશ્યામ ભલા ગોવાણી ઉભા હતા ત્યારે તે વેળાએ વિનોદ કુમાર ખાબીયા અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ બસ સ્ટેશને આવી અને ઘનશ્યામને ‘અહીં કેમ ઉભો છો’ તેમ કહી તેને ગાળો ફોડવા લાગ્યા હતા અને વિનોદે વધુ ઉશ્કેરાઇને ઘરમાંથી ધોકો કાઢી ઘનશ્યામને મારમાર્યો હતો.

જેથી તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજકોટ તાલુકા પોલીસે વિનોદ અને અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુંનો નોંધ વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.