રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર મેચને લઈને બંને ટીમોએ આજે એટલે કે મંગળવારે પ્રેક્ટિસ કરી હતી. જેમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે સવારે 9થી 11 પ્રેક્ટિસ કરી હતી અને ટીમ ઈન્ડિયા બપોરે 3થી 5 દરમિયાન પ્રેક્ટિસ કરશે. હાલ આંતરરાષ્ટ્રીય કક્ષાના આ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેચની ટિકિટોનું પણ ધૂમ વેચાણ થયું હોય મોટી સંખ્યામાં દર્શકો આ મેચનો આનંદ માણશે તે નિશ્ચિત છે.
વેસ્ટઇન્ડિઝની ટીમે સવારે વોર્મઅપ કરી ફુટબોલ રમ્યા હતા. અગાઉ પણ રાજકોટમાં ટેસ્ટ મેચ રમાઇ ચૂક્યા છે, જેમા પાટા પીચ છે કુલ 1400થી વધુ રન કર્યા હતા. આ વખતે પણ વેસ્ટઇન્ડિઝ સામે ભારતનો મુકાબલો રસાકસી ભર્યો જોવા મળશે. હાલ રાજકોટમાં ક્રિકટ ફિવર છવાઇ ગયો છે. પ્રેક્ટિસ જોવા પણ ક્રિકેટપ્રેમીઓ પહોંચી ગયા છે, આગામી 4 તારીખથી મેચ રમાનાર છે. ભારતની ટીમે જે હોટલમા રોકાઇ છે ત્યાં ખાસ કાઠીયાવાડી ફૂડનું આયોજન કરવામા આવ્યું છે. આ પહેલા પણ ભારતની ટીમને કાઠીયાવાડી ફૂડ દાઢે વળગ્યું હતું. આ વખતે ખાસ આયોજન કરવામા આવ્યું છે.