વી કેન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ રાષ્ટ્રઘ્વજના રંગની ટ્રેડિશનલ ડ્રેસની કલર થીમ: આયોજકો અબતકની મૂલાકાતે
રંગીલા રાજકોટમાં હરહંમેશ કંઇક નવું આપનાર સાથે સફળ આયોજનકર્તા વી કેન ગ્રુપ દ્વારા આ વર્ષે નવરાત્રિની ઉજવણીમાં માઁ જગદંબાની નવદુર્ગાની આરાધના સાથે દેશભકિતના રંગો પૂરાશે. રાજકોટનું યુવા ધન આશરે ર000 ખૈલેયાઓ રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ નાનામૌવા ખાતે તા. રર સપ્ટે-22 સાંજે 6 કલાકે પોતાની કલાઓ પ્રસ્તુત કરશે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા અનવરભાઇ ઠેબા જણાવ્યું હતું કે વિજેતાઓ માટે આકર્ષક ઇનામો સાથે ખૈલેયાનું ત્રિરંગા સાથેનો ટ્રેડિશ્નલ ડ્રેસ અને શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દેશભકિતના રંગે રંગાવા સમગ્ર આયોજનમાં રાષ્ટ્રઘ્વજના રંગોની થીમ સામેલ કરવામાં આવી છે. ગ્રુપ માટે ના સ્પેશ્યલ પરર્ફોમન્ટ વિજેતાઓ અલગથી જાહેર કરવામાં આવશે. લાયસન્સ ઇન્ટરનેશનલ કલબના સભ્યો પણ જોડાશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વી કેન ગ્રુપના ટ્રસ્ટી ડો. પીના કોટક, ડો. તૃપ્તિ કોટક રામ, શિવાની કોટક, કમીટીના ના સભ્યો પ્રફુલભાઇ ચંદારાણા, બિંદુબેન ચાંદરાણી, અંજુબેન પાઉ, અનવરભાઇ ઠેબા, લાયન્સ ઇન્ટરનેશનલ આર.સી. પણ જોડાયા
ધાત્રીબેન પંડયા, દર્શિતા ધોરડા, રિંછી શર્મા, સાથે ર્કિતન ઠકકર, જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ કોટક માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.
પાસની કિંમ્ત 299 વીજ અનલિોમિટેડ ડીનર મળશે. પંચરત્ન પાર્ક જલારામ હોસ્પિટલ સામે અમીન માર્ગ મેળવી શકશે. વધુ માહીતી માટે ડો. પીના પજવાણી મો. નં. 74339 127606, ડો. તૃપ્તિ કોટક રાજા મો. નં. 90679 02924, ર્કિતન ઠકકર મો. નં. 88491 63006 સંપર્ક કરશો.