મહિલાઓએ મેયર સમક્ષ હૈયાવરાળ ઠાલવી
રાજકોટવાસીઓએ પાણીની રતિભાર પણ હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં એક મહિનાથી આજી ડેમને નર્મદાના નીરથી ભરી રહ્યાં છે. બે દિવસ પૂર્વે ન્યારી ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ કોર્પોરેશનના તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરમાં ઉનાળાના આરંભે જ પાણીની હાડમારી સર્જાઇ રહી છે. વોર્ડ નં.11માં આવેલી રામ-સિતા ટાઉનશીપમાં પાણીની હાડમારી પ્રશ્ર્ને આજે મહિલાઓએ મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
આજે સવારે રામ-સિતા ટાઉનશીપની મહિલાઓનું ટોળું કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને પોતાને નિયમિત પાણી મળતું ન હોવાની ફરિયાદ અને મ્યુનિ.કમિશનર સમક્ષ કરવામાં આવી હતી. બંનેએ પાણીની સમસ્યા ઉકેલવાની ખાતરી આપી છે.