• વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ: રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ ડેમમાં પાણીની આવક
  • માત્ર અઢી ઇંચ વરસાદમાં સ્માર્ટ સીટી રાજકોટ પાણી પાણી થઇ ગયું હતું. શહેરભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી.

વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય ઝાપટામાં પણ શહેરમાં પાણી પાણી જેવી સ્થિતિ સર્જાય જવા પામે છે. ગઇકાલે સમી સાંજે પડેલા માત્ર અઢી ઇંચ વરસાદમાં મેધરાજાએ કોર્પોરેશનની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. મોટાભાગના વિસ્તારોમાં ગોઢણ ડુબ પાણી ભરાયા હતા પંચાયત નગર ચોકમાં તો મોટર કારના ટાયર પાણીમાં ડુબી ગયા હતા. શહેરીજનોએ ભારે હાલાકીનો સામાનો કરવો પડયો હતો.

મંગળવારે આખો દિવસ રાજકોટમાં આકાશ ગોરંભાયેલું રહ્યું હતું. સમી સાંજે મેધરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોત જોતામાં ઇન્દ્રદેવ અનરાધાર વરસવા લાગ્યા હતા. કોર્પોરેશનની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખાના રેકોર્ડ મુજબ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પર મીમી વરસાદ પડયો હતો. સિઝનનો કુલ 276 મીમી વરસાદ સેન્ટ્રલ ઝોનમાં વરસી ગયો છે. જયારે વેસ્ટ ઝોનમાં 66 મીમી વરસાદ વરસી ગયો હતો અહીં આજ સુધીમાં સિઝનમાં 271 મીમી વરસાદ વરસી ગયો છે.

જયારે ઇસ્ટ ઝોનમાં માત્ર 3ર મીમી વરસાદ પડયો હતો. સાંમા કાંઠા વિસ્તારમાં સિઝનનો 218 મીમી વરસાદ વરસી ગયો છે. ફલડ ક્ધટ્રોલ રૂમના રેકોર્ડ પર પ1 મીમી વરસાદ પડયો છે જયારે હવામાન વિભાગના રેકોર્ડ પર 60 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.

મંગળવારે રાજકોટ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરની જળ જરુરીયાત સંતોષતા ભાદર, આજી, ન્યારી સહીતના જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે.

માત્ર અઢી ઇંચ વરસાદમાં કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલી મેઘરાજાએ ખોલી નાખી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

1પ0 ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટની બન્ને બાજુની સોસાયટીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અનેક સ્થળે એપાર્ટમેન્ટમાં વરસાદના પાણી ધુસી ગયા હતા. કોપોરેશનના ફલડ ક્ધટ્રોલ રૂમમાં વરસાદી પાંચ ફરીયાદો નોંધાય હતી. કાલાવાડ રોડ પર કોસ્મો પ્લેકસ, રૈગા ગામમાં, સ્પીડ વેલ પાર્ટી પ્લોટમાં સ્વર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ પાસે હવેલીની સામે, ગંગોત્રી પાર્ક મેઇન રોડ અને 40 ફુટ રોડ પર ન્યુ ગાંધી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા.

ભારે વરસાદ અને રોડ પર વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફીક જામની સમસ્યા સર્જાય હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.