માનવતા દાખવનાર યુવકે રૂ.45 હજારનો ચેઇન ગુમાવ્યો
નુતન હોલથી કેકેવી હોલ સુધી બાઈક પર લિફ્ટ આપી બેસાડેલા શખ્સે યુવકના ચેનની ચીલઝડપ કરી
જો તમે માનવતા દાખવી કોઈને લિફ્ટ આપતા હોય તો ચેતી જજો કારણકે ગઠિયાઓએ હવે નવો કિમ્યો અપનાવ્યો છે. પહેલા બાઈક પર જતા લોકો પાસે થોડે દૂર મૂકી જવા માટેની લિફ્ટ માંગી લોકોનો સામાન ફરિયાદો સામે આવી છે જેમાં ગઈકાલે એક યુવાન પોતાની બાઈક પર નુતન નગર હોલ પાસેથી પસાર થતો હતો ત્યારે એક અજાણ્યા શખ્સે તેના બાઈક પર કેકેવી ચોક સુધી મૂકી જવા માટેની લિફ્ટ માંગી હતી. ત્યારે તે યુવકે તેને લિફ્ટ આપી કેકેવી ચોક ઉતાર્યો હતો. ત્યારે તે શખ્સે તે યુવકના ગળામાં રહેલા રૂ.45 હજારની ચેનની ચીલઝડપ કરી ભાગી જતાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ નંદનવન સોસાયટીમાં રહેતા અને ક્ધટ્રકશન સાઈડ પર સુપરવાઇઝિંગ નું કામ કરતા જીગ્નેશભાઈ મધુસુદનભાઈ ચાવડાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ પોતાનું બાઈક લઇ નુતન નગર હોલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માર્ગ પર એક ઉભેલા અજાણ્યા શખ્સે તેની પાસે કેકેવી ચોક સુધી મૂકી જવા માટેની તેમના બાઈક પર લિફ્ટ માંગી હતી.
જેથી યુવકે માનવતા દાખવી તેને કેકેવી ચોક સુધી લિફ્ટ આપી હતી. કેકેવી ચોક પર તે અજાણ્યા શખ્સને યુવકે બાઈક પરથી ઉતારતા તે શખ્સે યુવક ના ગળામાં રહેલો રૂ.45 હજારના ચેનની ચીલઝડપ કરી ભાગી ગયો હતો. જેથી તેને માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.