રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે . કોંગ્રેસના વોર્ડ નં 9નાં યુવા નેતાઓ આ ચૂંટણી જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની સમિતિનું નામ જન આશીર્વાદ સભા રાખ્યું છે જે લોકો સાથે લોકો માટે કાર્ય કરશે.
મહાનગર પાલિકાની આ ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે કોંગ્રેસના ઉમેદવાર વિશાલ દોંગાએ લોકોને વિનંતી કરી છે કે,’ જો તમારો કીમતી મત મને આપશો તો હું એક વિશિષ્ટ સમાજ સેવક તરીકે પ્રજાની મુશ્કેલીના સમયમાં કુટુંબના સભ્યની જેમ અડગ ઊભો રહીશ. વિશાલભાઈ છગનભાઈ દોંગા કોંગ્રેસના નવયુવાન શિક્ષિત ઉમેદવાર છે.તેઓએ બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ કરેલો છે.આ ચૂંટણીમાં કોંગ્રેસે યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે શું આ ચૂંટણીમાં કોંગ્રેસના નવયુવાનો સફળ થશે!!