વોર્ડ નંબર ૯માં લાઈટ-પાણી સહિતના અનેક પ્રશ્ર્નો,લોકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે: કોંગ્રેસ
રાજકોટ મહાનગર પાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર ૦૯માં કોંગ્રેસે યુવા શિક્ષિત ઉમેદવારો વિશાલ ડોંગા, અર્જુન ગુજરીયા , પ્રતિમાબેન વ્યાસ અને ચંદ્રિકાબેન ઘરસંડીયા પર વિશ્વાસ મુક્યો છે.વોર્ડ નંબર ૦૯માં ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે તમામ ઉમેદવારો મક્કમ છે. દરરોજ જનસંપર્ક દરમ્યાન તમામ કોંગ્રેસ ઉમેદવારોને રહેવાસીઓની અનેક રજૂઆતો મળી રહી છે જેમાં ૨૦ મિનિટ પૂરતું પાણી , લાઈટ પેવર બ્લોકના કામો, આરોગ્યલક્ષી સુવિધાઓ, ડિઝિટલ સરકારી શાળાની માંગ સહિતના પ્રશ્ને લોકો ઉમેદવારો ને રજૂઆતો કરી રહ્યા છે.
વોર્ડ ૦૯ની જનતા પ્રાથમીક સુવિધાઓથી વંચિત છે તેમજ સ્થાનિક નગરસેવકો ચૂંટણી સિવાય દેખાતા જ ન હોવાનો આક્ષેપ લોકો કરી રહયા છે. વોર્ડ નંબર ૦૯ના રહેવાસીઓને કોંગ્રેસને મત આપી શિક્ષિત ઉમેદવારોને વિજેતા બનાવવા તમામ ઉમેદવારોએ અપીલ કરી છે. નગરસેવક બન્યા બાદ ૨૪ કલાક કોઈ પણ કામ હોય હંમેશા લોકો વચ્ચે અને લોકો સાથે જ રહેશેેેે તેવું વચન ઉમેદવારો આપી રહ્યા છે.