રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના હોય છે. આવામાં મહાપાલિકાની ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. તયારે ગઈકાલે રાજકોટના વોર્ડ નંબર ૯માં આવેલા પાટીદાર ચોકમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

રાજકોટમાં વોર્ડ નં ૯નાં ઉમેદવારોની વાત કરીએ તો, વિશાલ દોંગા, પ્રતિમાબેન વ્યાસ, ચંદ્રિકાબેન પટેલ અને અર્જુનભાઈ ગૂજરિયા છે. સ્થાનિક જંગ જીતવા તેમના દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશ સાથે કરવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને પાટીદાર ચોકમાં જનસભા યોજવામાં આવી હતી. આ સભામાં હાર્દિક પટેલે પણ હાજરી આપી હતી. આ સભામાં તમામ વોર્ડ નં 9નાં ઉમેદવારોએ લોકોને જણાવ્યું કે જો પ્રજા અમારા પર વિશ્વાસ મૂકશે તો અમે તેમની ઈ – મેમો, શિક્ષણ,મોંઘવારી જેવી આજની જટીલ સમસ્યાઓ દૂર કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.