આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે બધા જ પક્ષો દ્વારા ચૂંટણી લડવાની તૈયારી પૂરજોશ સાથે કરવામાં આવી રહી છે. રાજકોટના વોર્ડ નં 9ની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ દ્વારા અર્જુનભાઈ જગુભાઈ ગુજરીયાની ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અર્જુનભાઈ ફકત 26 વર્ષના નવયુવાન છે . તેઓએ બીબીએ અને એલએલબીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. અર્જુન ગવર્નમેન્ટ કન્સ્ટ્રક્શન,’ રામધણ’ ગૌશાળામાં સેવા આપતા મુખ્ય કાર્યકર છે. અર્જુન ખૂબ જ નાની ઉમરે સમાજસેવા કરવા માટે કાર્યરત થયા છે. કોંગ્રેસ દ્વારા એક નવયુવાન અને શિક્ષિત ઉમેદવાર પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. તેઓ વોર્ડ નં 9નાં લોકોને લાઈટ અને પીવાની પાણીની સમસ્યા દૂર કરશે. આ નવયુવાન અને શિક્ષિત યુવાન પર મુકેલો વિશ્વાસ સફળ જશે !!