રંગીલા રાજકોટનું બિરૂદ છીનવાયું: ગુનેગારોને કમળનું સુરક્ષા કવચ
હત્યા-લુંટ-ચોરી અને મારામારી જેવા બનાવો સામાન્ય બની ગયા: શેરી-શેરીએ ડોન ફરે છે: પોલીસ ભાજપની સેવાચાકરીમાં વ્યસ્ત: વોર્ડ નં.૬માં કોંગ્રેસના ઉમેદવારો સમક્ષ લોકોની હૈયાવરાળ
રાજકોટ મનપાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વોર્ડ નંબર ૬ના કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિસ્તારમાં પદયાત્રા કરી હતી જેમાં સ્થાનિક રહીશોએ ગુંડાગીરી બેફામ વધી હોવાનો ભાજપ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો બહેનો દીકરીઓની સલામતી, લોકોની જાનમાલની સલામતી, બાળકોના અપહરણ, સરાજાહેર હત્યા સહિતના બનાવોથી રંગીલા રાજકોટનું બિરુદ છીનવાઈ ગયું છે.
મનપાની ચૂંટણી જાહેર થયા બાદ દરેક રાજકીય પક્ષો દ્વારા પૂર જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ૬ના કોંગ્રેસના ઉમેદવારો ભરતભાઈ મકવાણા, રતનબેન મોરવાડીયા, મોહનભાઇ સોજીત્રા અને કિરણબેન સોનારા દ્વારા ગત સાંજે પોતાના મત વિસ્તારમાં પદયાત્રા કરવામાં આવી હતી ત્યારે લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રકારે ગુંડાગીરી વધી છે તે અંગે રોષ ઠાલવ્યો હતો રાજકોટમાં દરેક ગુંડાઓ, ગુનેગારો ભાજપના ઈશારે કામ કરતા હોવાનો રોષ ઠાલવ્યો હતો શહેરમાં બહેનો દીકરીઓ અસલામત હોય અમુક સમય પછી બહેનોને ઘરની બહાર નીકાળવામાં પણ મુશ્કેલી પડી રહી છે હત્યા, લૂંટ, ચોરી, મારામારી જેવા બનાવો રાજકોટ માટે સામાન્ય બની ગયા છે શેરીએ શેરીએ ડોન છે પોલીસ પણ શું કરે પોલીસ ભાજપની સેવા ચાકરીમાં વ્યસ્ત હોય છે અને જો કોઈ આરોપી પકડાય તો ભાજપમાંથી ભલામણ કરીને તેને ઈજ્જત સાથે છોડી દેવો પડે છે જેથી સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર માત્ર ગુનેગારો માટે જ સાબીત થતું હોય તેવું લાગી રહ્યું છે વધતી જતી ગુનાખોરીને લીધે રંગીલા રાજકોટનું બિરુદ પણ છીનવાઈ ગયું છે ગુનેગારોને સાચવતી ભાજપ સરકારને કાળા કામની કમાણીમાંથી ગુનેગારો પણ ચૂંટણી પ્રચારણના નામે ફંડિંગ કરતા હોય છે ત્યારે રાજકોટને રંગીલું રાજકોટ બનાવવા અને આ સૂત્ર પરત અપાવવા કમળને કચડી પંજાને મત આપી લોકો કોંગ્રેસને વિજય બનાવશે તે નિશ્ચિત છે.