ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) જાડેજા, બાબુભાઈ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીના સમર્થનમાં વોર્ડના ૭૪ બુથના કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
પાંચ વર્ષમાં માત્રને માત્ર પોતાનો વિકાસ કરવામાં જ મશગુલ રહેનાર વોર્ડ નં.૩માં કોંગ્રેસનો સફાયો નિશ્ર્ચિત થઈ ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડના લોકો કોંગ્રેસના ઉમેદવારોને જાકારો આપી રહ્યાં છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) જાડેજા, બાબુભાઈ ઉધરેજા, અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણીના સમર્થનમાં વોર્ડના ૭૪ બુથના ૪૦૦થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ પ્રભારી મનુભાઈ વઘાસીયા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વાલ્મીકી સમાજના અગ્રણી કરશનભાઈ વાઘેલા, બટુકભાઈ વાઘેલા, કિરીટભાઈ વાઘેલા, દક્ષાબેન વાઘેલા, નીતિનભાઈ વાઘેલા અને પ્રવિણભાઈની મહેનત રંગ લાવી રહી છે. હવે વોર્ડમાં ચારેય કમળો તોતીંગ લીડ સાથે વિજેતા બની મહાપાલિકાની શોભા વધારે તે નિશ્ર્ચિત બની ગયું છે.
વોર્ડ નં.૩માં પહેલેથી જ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ વોર્ડવાસીની એક પણ સમસ્યા હલ કરવાની તસ્દી લીધી નથી. કોંગ્રેસના આંતરીક જુથવાદથી કંટાળી યતિનભાઈ વાઘેલા, પાયલબેન વાઘેલા, પારિતોષ ઝાલા, સોનલબેન ઝાલા, શૈલેષભાઈ મકવાણા, ધર્મેશભાઈ મકવાણા, કમલેશભાઈ જેઠવા, મગનભાઈ ઝાલા, મુકેશભાઈ વાઘેલા, યોગેશભાઈ દંડીયા, સંદીપભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, અર્જૂનભાઈ વાઘેલા, સંજયભાઈ વાઘેલા, કાર્તિકભાઈ ઝાલા, ગોવિંદભાઈ પરમાર, રવિભાઈ પરમાર, એડવોકેટ હર્ષદભાઈ બારૈયા, અતુલભાઈ વાઘેલા, ધર્મેશભાઈ એસ.મકવાણા, લલીતભાઈ ઝાલા, ઉર્વશીબેન સોલંકી, વાસંતીબેન વાઘેલા, અનિતાબેન મકવાણા, કિર્તીબેન વાઘેલા, મીરાબેન વાઘેલા, ગીતાબેન જેઠવા, શિવાનીબેન વાઘેલા, આશાબેન જેઠવા, સોનલબેન ચાનીયા, નિકીતાબેન ઝાલા, ભાનુબેન વાઘેલા, હેતુલબેન વાઘેલા, વંદનાબેન વાઘેલા, વૈશાલીબેન મકવાણા અને પલકબેન સોલંકી પંજાનો સાથ છોડીને કેસરીયો ખેસ ધારણ કરી ચૂક્યા છે.શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડના પ્રભારી મનસુખભાઈ વઘાસીયા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર અને પૂર્વ કોર્પોરેશન કરશનભાઈ વાઘેલાએ વોર્ડને વિકાસયાત્રામાં સામેલ કરવાનો સંકલ્પ લીધો છે. ભાજપની વિકાસની રાજનીતિથી પ્રેરાય કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરોએ પંજાનો સાથ છોડી દીધો છે અને કેસરીયા કરી લીધા છે.
ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) પૃથ્વીસિંહ જાડેજા (ક્રમાંક નં.૧૨), બાબુભાઈ ઉધરેજા (ક્રમાંક નં.૧૩), અલ્પાબેન દવે (ક્રમાંક નં.૨) અને કુસુમબેન ટેકવાણી (ક્રમાંક નં.૫)ને ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. વોર્ડ નં.૩ આ વખતે સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત બની જાય તેવો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ જાણે હાર સ્વીકારી લીધી હોય તેમ હવે તેઓ ચૂંટણી પ્રચારમાં ક્યાંય દેખાતા નથી.