Abtak Media Google News

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનરએ આજે તા. 2-1-2023ના રોજ વોર્ડ નં. 14ના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ પણ કરી હતી.

IMG 20230102 WA0001

વોર્ડ નં.14માં કેનાલ રોડ પર જીન પ્રેસ પાસે બની રહેલ 15 મીટર પહોળાઈનાં નાળાની મ્યુનિ. કમિશનરશ્રીએ વિઝિટ કરી હતી. જેની કામગીરી પૂર્ણતાના આરે છે. હાલ એપ્રોચ રોડની કામગીરી ચાલુ છે તેમજ 50 ફૂટ રોડ પર મરચા પીઠ પાસે બાકી રહેતા રસ્તાની કામગીરી પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી.

આજની મ્યુનિ. કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી.  એચ. એમ. કોટક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર,   ગામેતી,  હિમાંશુ દવે, ડીઈઈ   વી.સી. રાજદેવ, એ.ટી.પી. અંબેશ દવે, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મેતા અને વોર્ડ ઓફિસર મૌલિક ગોંધીયા  સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.