- પ્રતિષ્ઠીત જૈન વેપારી પરિવારે વિકલાંગ અને નિ:સહાય વૃધ્ધ દંપત્તીની મરણ મુળી ચાઉ કરનાર વિમલ મહેતાનો પોલીસે ગુનાહીત રેકર્ડ તપાસવો જરૂરી
- ઉજબેકિસ્તાનના બે ભાઇઓનો ગુજરાતી ગીત-સંગીતનો પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરિવારને જલ્સો કરાવ્યો
વિકલાંગ અને નિ:સહાય વૃધ્ધ દંપત્તીનો મજબુરી અને લાચારીનો દુર ઉપયોગ કરી પ્રતિષ્ઠીત જૈન પરિવાર દ્વારા કરાયેલી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મનાતા વિમલ મહેતા પોલીસને ઉંધા ચશ્મા પહેરાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સારો ધરોબો સાથે સંપર્ક વધારવા પ્રયાસ કરતો હોવાનું બહાર આવ્યું છે. ગુનાહીત રેકર્ડ ધરાવતા શખ્સ પોલીસની નજીક જવા પાછળનું પણ કોઇ ચોક્કસ ગણિત હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
કોઠારિયા રોડ પર આવેલા પીપળીયા હોલ પાસે દામજી મેપા પ્લોટમાં રહેતા અને નિવૃત જીવન પસાર કરતા વિકલાંગ દિલીપભાઇ બાબુભાઇ ચાવડા નામના 63 વર્ષના વૃધ્ધની પાડોશમાં રહેતા વિમેશ ઉર્ફે વિમલેશ ઇન્દુભાઇ મહેતા, તેની પત્ની મિરાબેન અને પુત્રી નિશિતાએ રૂા.8.70 લાખની મરણ મુડીની છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે મજબુર, લાચાર અને વિકલાંગ તેમજ નિ:સહાય દિલીપભાઇ ચાવડાની ફરિયાદ પરથી પોલીસ દ્વારા કાર્યવાહી કરી હતી.
વૃધ્ધ દંપત્તી સાથે રૂા.8.70 લાખની કર્યા બાદ બંટી-બબલી વિમલેશ ઉર્ફે વિમલ મહેતા અને તેની પત્ની મિરાએ ‘ઝુકતી હૈ દુનિયા ઝુકાનાવાલા ચાહીએ’ વિડીયો વાયરલ કર્યો હતો. કોરોના કપરા સમયમાં સેવા કે સહાય કરવાના બદલે કપરા સમયનો દુર ઉપયોગ કરી મફત દવાની લોભામણી લાલચ દઇ છેતરપિંડી કર્યાના આક્ષેપો થયા હતા
શહેરમાં મહાઠગની છાપ ધરાવતા વિમલ મહેતા પોલીસની નજીક જવા માટે ઉઝબેકિસ્તાનના બે ભાઇઓ ગુજરાતી ગીત-સંગીતમાં માહિર હોવાનું કહી પોલીસ હેડ કવાર્ટર ખાતે ગઇકાલે સાંજે કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. ગુન્હાહીત ઇતિયાસ ધરાવતા વિમલ મહેતાને ઉઝબેક્તિના ખાખરામોન અને દોસ્તોનમેક સાથે વિમલ મહેતાને સારા સંબંધો હોવાનું અને તેઓ ગુજરાતી ગાયકોની જેમ જ સારી રીતે ગુજરાતી સહિત 11 ભાષામાં ગીત ગાવામાં જાણીતા હોવાનું પોલીસના અધિકારીઓને જણાવી પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ પરિવાર માટે વિમલ મહેતાએ ગીત સંગીતનો કાર્યક્રમ યોજ્યો હતો.
વિમલ મહેતાએ પોલીસની નજીક જવા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજયો હોવાનું જાણકારો કહી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સંપર્ક વધારાવા પાછળ પમ વિમલ મહેતાનું ચોક્કસ ગણિત હોય તેનું સ્પષ્ટ જણાય રહ્યું છે.