ત્રિદિવસીય વિવિઘ પ્રદર્શન, સ્પર્ધાઓ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું
લોક્શાહીના અવસર ચૂંટણીની આત્મીય યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા. 23 થી 25 નવેમ્બર સુધી મલ્ટી મીડિયા મીડીયા પ્રદર્શન સાથે કાર્યક્ર્મનું સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર માહીતી અને પ્રસારણના કેન્દ્રીય સંચાર બ્યુરો (જૂનાગઢ) તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીના સંયોગ ઉપક્રમે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. શીવ ત્રિપાઠી, કેન્દ્રીય સંચાર બ્યુરો (જૂનાગઢ)ના ક્ષેત્રીય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી અને આકાશવાણીના પ્રોગ્રામ એક્ઝીક્યૂટિવ પ્રેરકભાઈ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.
દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામા આવી.તેમજ પોસ્ટર અને સ્લોગન સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.
મતદાન જાગૃતિ માટે આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરાઈ તે ગૌરવની વાત: આત્મીય યુનિવર્સિટીના કુલપતિ ડો.શીવ ત્રિપાઠી
આત્મીય યુનિવર્સિટીના કુલપતિ ડો. શીવ ત્રિપાઠીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા આ ઉત્તમ પ્રયાસ માટે આત્મિય યુનિવર્સિટી પસંદગી કરવામા આવી જેના માટે હું ખૂબ જ આભારી છું. વઘુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ ઉંમરના વિધ્યાર્થીઓ કે જેઓની આ પહેલી ચૂંટણી છે તેઓમાં મતદાન જાગૃતિ ફેલાય તથા બાળકોમાં રાષ્ટ્રિય ભાવના વિકસે. જેના માટે ત્રણ દિવસ અલગ અલગ સ્પર્ધા તેમજ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
યુવાપેઢી લોકતંત્રમાં સક્રિય મતદારની ભુમિકા ભજવે તે અતિઆવશ્યક: દેવેન્દ્ર ત્રિવેદી (કેન્દ્રીય સંચાર બ્યુરો)
કેન્દ્રીય સંચાર બ્યુરો (જૂનાગઢ)ના ક્ષેત્રીય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ગૂજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેના ભાગ રૂપે યુવાવર્ગમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાય તેમજ મતદારો ની ફરજ વિશે પૂરતી માહિતી મળે અને અચૂક નૈતિક મતદાન કરે આ હેતુથી આત્મીય યુનિવર્સિટી ખાતે વિવિઘ પ્રદર્શનો દ્વારા લોકતંત્રની જાણકરી , સ્પર્ધા જેવી કે પોસ્ટર મેકીંગ, પ્રશ્નોત્તરી, સલોગન સ્પર્ધા અને નાટક જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા વિધાર્થીઓને અલગ અલગ ક્ષેત્રની પૂરતી માહીતી મળે જેથી તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને. આ આયોજનનો મુખ્ય હેતુ આ ચૂંટણીમાં મતદારો પોતાની ફરજ ચૂક્યા વિના મહતમ મતદાન કરે.