છેલ્લા ત્રણ વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા માની પબ્લીક ગેલેરી મનસ્વી રીતે ચુંટાયેલી બોડી દ્વારા બંધ રાખવામાં આવેલ છે. આ મુદ્દે છેલ્લા એક વર્ષથી રાજકોટ મતદાર એકતા મંચ ના સત્યાગ્રહીઓ, કોર્પોરેશનના તેમજ પોલીસના અધિકારીઓ અને પદાધિકારીઓને લેખીત આવેદનો રુબરુ રજુઆતો આંદોલન અને ધરણા વગેરે દ્વારા પબ્લીક ગેલેરી ખોલાવવા માટે પ્રયત્નો કરી રહેલ છે.
અંતે તા. ૧૯-૧૨-૧૮ ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસની કોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરાયેલ છે. ચીફ જસ્ટીસે કોર્પોરેશન અને પોલીસના ૧૦ જેટલા અધિકારીઓને તા. ૧૭-૧-૧૯ ગુરુવારે કોર્ટમાં હાજર થવા નોટીસ મોકલેલ છે. આ નોટીસના અનુસંધાને હાઇકોર્ટમાં પબ્લીક ગેલેરી ખોલી નાખવા માટે ચુકાદો આવવાની સંભાવના છે.
આ અરજીમાં મંચ દ્વારા કોઇ જ વકીલ રોકવામાં આવેલ નથ મંચના સંયોજક અશોકભાઇ પટેલ પાટી ઇન પર્સન તરીકે જાતે જ રજુઆત કરશે.
પક્ષતંત્ર વિરુઘ્ધ લોકતંત્રના આ સંઘર્ષમાં મંચના સત્યાગ્રહી સાથીઓમાં ખુબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ઉત્સાહીત સત્યાગ્રહીઓ પોત પોતાના ખર્ચે બસ ભરાઇને ચીફ જસ્ટીસની કોર્ટમાં શાંત અને દ્રઢ હાજરી પુરાવવા અમદાવાદ જનાર છે.