વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી મતદારોએ અચૂક મતદાન કરીને કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કરાઈ હાંકલ
યુથ ફોર ડેમોક્રેસી, ભારત સેવક સમાજ અને રાજકોટ બાર એસોશિએશન દ્વારા મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રારંભે પ્રમુખ એડવોકેટ હિંમત લાબડીયાએ સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.
અભિયાનનો હેતું સમજાવી વધુમાં વધુ મતદાન કરવા સૌને અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં સમાજ સેવા સંગઠનના યશવંત જનાણી, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના રાજેશ ગોંડલીયા, ભારત સેવક સમાજના જર્નાદન પંડ્યા, એફ.પી.એ.આઇના મહેશ મહેતા, બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પરેશ પંડ્યા, કૌશિક છાયા, આર.વી.સોલંકી, જીતુભાઇ લખતરીયા, ડો.શાંતિભાઇ વિરડીયા, અશોક પટેલ, પરેશ જનાણી, યશવંત ચૌહાણ, હર્ષદ જાની, રજની ત્રિવેદી, ધર્મેન્દ્ર ગઢવી અને સુભાષ રાજાણી સહિતના સંસ્થાના હોદ્ેદારો હાજર રહ્યા હતા.
લોકશાહીનો અવસર મતદાન કરીને સૌ ઉજવે: અર્જુનભાઇ પટેલ
બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીનો અવસર ઉજવવાનો અનુરોધ કર્યો હતો.
મતદાર જાગૃત્તિ અભિયાનનો મુખ્ય હેતું વધુમાં વધુ મતદાન કરો: હિંમત લાબડીયા
યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ હિંમત લાબડીયાએ ‘અબતક’ સાથેની વાતચિત માં જણાવ્યું હતું કે મતદાર જાગૃત્તિ અભિયાનનો મુખ્ય હેતું વધુમાં વધુ મતદાન થાય તેવો હોવાથી તમામ નાગરિક પોતાની ફરજ સમજીને મતદાન કરે તેવો અનુરોધ કર્યો હતો.