Rajkot જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-2 ડેમના જળાશયમાં તારીખ 11 સવારે 11 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 53 મીટર છે. હાલ આ ડેમના 3 દરવાજા 0.45 મીટર ખુલ્લા કરાયા છે.
ધોરાજી તાલુકાના ભોલા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. અને ઉપલેટા તાલુકાના ચીખલા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાઢા, ગન્ડોળ, હડફોડી, ઇશ્રા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નીલખા, તાલાગણા, ઉપલેટા, ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદર તાલુકાના કુતિયાણા, ભોગસર, બિલડી, ચૌટા, છાત્રાવા, કાતવાણા, કુતિયાણા, પસવારી, રોઘડા, સેગરસ, થાપડા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. અને માણાવદર તાલુકાના ચીલોદરા, રોઘડા, વાડાસડા, વેકરી, ચીકાસા, ગરેજ, મિત્રાળા, નવી બંદર ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી આપવામાં આવી છે.