વર્ષોથી ફાઇલોમાં અટવાયેલો રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેકટ હવે સાકાર થાય તેવા સુખદ સંજોગો ઉભા થયા છે. કલેકટર તંત્ર પાસેથી આંચકી આ પ્રોજેકટ થોડા મહિનાઓ પહેલા કોર્પોરેશનને સુપરત કરવામાં આવ્યો છે. મેયર ડો. પ્રદીપભાઇ ડવે પોતાના મહત્વકાંક્ષી પ્રોજેકટને પાંખો મળી છે થોડા સમય પૂર્વે પર્યાવરણ વિભાગ દ્વારા આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને કિલરન્સ સર્ટિફીકેટ આપવામાં આવતા રામનાથ મહાદેવ મંદિરના ડેવલપમેન્ટ પ્રોજેકટને પણ વેગ મળ્યો છે. મંદિરના ડેવલપમેન્ટની ડીઝાઇનને ફાઇનલ કરી દેવામાં આવી છે.
બે દિવસ પૂર્વ કોર્પોરેશનના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા આ સમગ્ર પ્રોજેકટનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. અને પ્રોજેકટ માટે 187 કરોડની ગ્રાન્ટ પણ માંગવામાં આવી હતી. ખુદ સીએમ પણ આ પ્રેઝન્ટેશન નિહાળી ખુશ થયા હતા. અને પ્રોજેકટ માટે તબકકાવાર ગ્રાન્ટ આપવાઅની સહમતી આપી છે. વર્ષોથી ગંદકીમાં બિરાજમાન રામનાથ મહાદેવજીના બેસણાના હવે રંગરુપ બદલાય જશે. ચોમાસામાં આખા ગામની ગંદકી રામનાથ મંદિરમાં જમા ન થાય તે માટે પાણીના વહેણને પણ બદલી નાંખવામાં આવશે ટુંક સમયમાં ટેન્કર પ્રસિઘ્ધ કરવામાં આવશે. મંદિરના હયાત માળખામાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહી પરંતુ દર્શનાર્થીઓ માટે વિવિધ સવલતો ઉભી કરવામાં આવશે.