પિતાના  પરવાના વાળી રિવોલ્વર લઈ સોશ્યલ મીડીયામાં સિનસપાટા કરતો દેખાયો

યુવાધન સોશીયલ મીડિયામાં લાઈક મેળવવા માટે ન કરવાનું કરી બેસતા હોય છે ક્યારેક પોતાની જીવ જોખમ માં મૂકી છે તો ક્યારેક નિયમોના લીરેલીરા ઉડાડે છે. ત્યારે રાજકોટ શહેરમાં સામાકાંઠે પણ એક વિડીયો વાયરલ થયો છે.જેમા ભાજપ મહિલા નગરસેવિકાનો પુત્ર હથિયાર ટીંગાડી સરાજાહેર સીનસપાટા કરતો હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસતંત્ર હરકતમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિગત મુજબ, સામાકાંઠે આવેલ વોર્ડ નં. 6ના કોર્પોરેટર અને માર્કીટ સમિતિના ચેરમેન દેવુબેન મનસુખભાઈ જાદવનો પુત્ર નિલેશ જાદવનો વિડીયો વાયરલ થયો હતો. જેમા તેની પાસે પરવાનો ન હોવા છતા કમરે બંધૂક ટીંગાડી કારના બોનેટ પર બેઠો હોય અને સરાજાહેર સીનસપાટા કરતો હોય જે વિડીયો વાયરલના આધારે ક્રાઈમ બ્રાંચ, બીડીવીઝન પોલીસ હરકતમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જ્યારે આ અંગે કોર્પોરેટર દેવુબેનના પતિ અને ભાજપ આગેવાન મનસુખ જાદવ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, રિવોલ્વરનો પરવાનો તેમના નામનોનો જ છે, પુત્ર નિલેશ પાસે હથિયાર પરવાનો નથી, પરંતુ થોડા દિવસ પૂર્વે ઘરે પ્રસંગ હતો. ત્યારે પુત્રે પિતા મનસુખ જાદવની પરવાનાવાળી રિવોલ્વર મેળવીને તેની તસવીર ખેંચાવી હતી.પરંતુ હવે જોવાનું રહ્યું કે ગુનાહિત બેદરકારી દાખવનાર મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.