જલારામ મંદિરે છેલ્લા 36 વર્ષથી સર્વજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન

વિશ્ર્વ  વંદનીય સંત શીરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવા જલારામ  રઘુવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું છે. જલારામ જયંતી નિમિતે બાપાના મંદિરે  વર્ષો વર્ષ વિવિધ પ્રસંગો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. બાપાના મંદિરે દરેક ભકતજનોને જલારામ બાપાની ચરણપાદુકાની પૂજનવિધી કરેલી પાદુકા ભકતોના શિશ ઉપર ચડાવી બ્રાહ્મણો આશીર્વાદ  આપશે.તેમ જલારામ રઘુવંશી મંડળના પ્રતિનિધિઓએ ‘અબતક’ મીડિયા હાઉસની મૂલાકાત લઈ જણાવ્યું હતુ.

આગામી તા.31મીએ  સોમવારે 11 કલાકે દાતાઓ દ્વારા  જલારામ બાપાના મંદિરે મંગલહરિ ચરણ પાદુકા પૂજા અર્ચના તેમજ મંગલા આરતી કરાશે બપોરે 12.30 કલાકે સર્વ જ્ઞાતીના ઘરેથી બાપાનો થાળ તથા આરતી થશે. બપોરે 1 કલાકે ડી.જે. પાર્ટી તેમજ આતશબાજી  સાથે જલારામ બાપાનો જન્મદિવસ કેક કાપીને ઉજવણી. ભકિત રાહુલભાઈ પુજારા તથા મિલનભાઈ જયસુખભાઈ અનડકટ પરિવાર દ્વારા કરવામાં આવશે. સાંજે 5 કલાકે  અન્નકોર્ટ દર્શન, સાંજે 5.30 કલાકે થલેસેમીયાના બાળકો માટે તેમને નવું જીવનદાન મળે તેમાટે મહારકતદાન કેમ્પ રાખેલ છે. રકતદાન  કરનારને જલારામ બાપાના પ્રતીક સમી  ભેટ આપવામાં આવશે.

‘ખીચડી જેની શાન છે,રખવાળો જેનો રામ છે. ગોકુળ જેવું જેનુંધામ છે,  ખવડાવવું એજ  એનુ કામ છે.’ મહાપ્રસાદનો દિપ પ્રગટાવીને વસંતરાય મકનજીભાઈ ગદેશા તથા  નરેન્દ્રકુમાર કિશોરભાઈ ગદા પરિવાર દ્વારા   કરવામાં આવશે. જલારામ જયંતીનો મહાપ્રસાદ લેવા સહ પરિવાર,મીત્ર મંડળ સગા વ્હાલાને જલારામ રઘુવંશી મીત્ર મંડળ અનુરોધ કર્યો છે.

સાંજે 7.15 કલાકે જલારામ બાપાની 223 દીપ મહાઆરતી આમંત્રીત મહેમાનો, મહાપ્રસાદના દાતાઓ તેમજ સર્વ ધર્મપ્રેમી ભાઈતથા બહેનો દ્વારા કરવામાં આવશે. આ આયોજનને  સફળ બનાવવા ગીરધરભાઈ કુંડલીયા, હેમલભાઈ ઠકરાર, નયનભાઈ ગંધા, જયેશભાઈ ભીંડોરા, ભીખુભાઈ સોમેયા, પ્રકાશભાઈ  શીંગાળા, રાજુભાઈ તન્ના, સાગરભાઈ સૂચન મિલનભાઈ અનડકટ, જગદીશભાઈ અનડકટ, રજનીભાઈ (બાલા હનુમાન), દિપકભાઈ સવજાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.