સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોલેજોમાં વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે તેને અંતર્ગત આજે મુંજકા ખાતે આવેલ હરિવંદના કોલેજ માં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર હરિવંદના કોલેજ ના વિદ્યાર્થીઓએ તથા તેમના પરિવારે વેક્સિનેશન લીધી હતી અને આ કાર્યક્રમમાં કમલેશભાઈ મીરાણી પ્રદીપભાઈ ડવ વિજયભાઈ દેસાણી વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અહીં ર00 વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોએ રસી લીધી છે.
વધુમાં વધુ વિદ્યાર્થીઓ-વાલીઓ વેકિસન લે: ટ્રસ્ટી મહેશભાઇ ચૌહાણ
‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં દરમિયાન હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે કોર્પોરેશન અને યુનિવર્સિટીના માધ્યમથી કોલેજોના વિદ્યાર્થીઓ અને તેમજ વાલીઓનો વેક્સિનેશન નો કેમ્પ રાખેલ છે અમારા હરિવંદના કોલેજ માં લગભગ 200 લોકો નું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે કેમ્પ સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો અને ખાસ કહેવા માંગીશ કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને સમાજના અગ્રણીઓ આમાં ભાગ લે તેવી વિનંતી
રાજકોટ શહેર કોરોના મુકત બને તે દિશામાં પ્રયત્નો હાથ ધરાયાં: મેયર ડો. પ્રદિપ ડવ
‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં મેયર પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના યુવાનો તથા વડીલો માં વધુના વધુ રસીકરણ થાય રાજકોટ શહેર કોરોના મુક્ત બને તે દિશા માટે રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે શહેરની અલગ અલગ કોલેજોમાં વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેમાં આજરોજ હરિવંદના કોલેજ મુંજકા ખાતે વેક્સિનેશન કેન્દ્રમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વેક્સિન લીધેલ છે અને આમ જ વિદ્યાર્થીઓ દ્વારા યુવાનો અને યુવતીઓ માં વેક્સિનેશન વધુમાં વધુ થાય તેઓ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે
મનપા અને સૌ.યુનિ. દ્વારા હાથ ધરાયેલુ ઉમદા કાર્ય વહેલી તકે પુર્ણ થાય તેવી આશા: નીતીન ભારદ્વાજ
‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં દરમ્યાન નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રની તમામ કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એના માટે વેક્સિનેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આભાર માનીશ કે યુવાનોને ખુબ જરૂર છે વેકેશનની અને એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ કામ હાથમાં લઈ અને રાજકોટ મહાનગરપાલિકા ને સાથે રાખી ને આયોજન કરેલ છે અને 18 થી 45 ઉંમરના જે વેક્સિનેશન નો કાર્યક્રમ ચાલે છે અલગ-અલગ કોલેજમાં તેમના માધ્યમ થી યુવાનો ઝડપથી વેક્સિનેશન લે કેમકે કોરોનાની મહામારી માટે ખાલી પરિસ્થિતિ પ્રમાણે વેક્સિનેશન એકમાત્ર વિકલ્પ છે અને આ ખૂબ ઉમદા કાર્યક્રમ છે અને ઝડપથી પૂર્ણ થાય એવી આશા પણ રાખું છું
કોરોના સામે વેકિસન અગત્યની હોય જેથી 18થી વધુ વયના તમામ રસી મુકાવે: કમલેશ મિરાણી
‘અબતક’ સાથે ની વિશેષ વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાની ફ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા ના માધ્યમ થી અંદાજે સાડા સાતથી આઠ લાખ લોકો તે વેક્સિન લઈ ચૂક્યા છે આપણો દેશ સુરક્ષિત બને એ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બધા સ્ટુડન્ટ એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ જેને પ્રથમ ડોઝ લીધો હોય એને બીજો ડોઝ અને જે લોકોએ વેક્સિનેશન કરાવ્યું જ નથી તે લોકો માટે પ્રથમ ડોઝ ની વ્યવસ્થા એ માટે કોલેજ સાથે ટાઇઅપ કરીને હરિવંદના કોલેજ ખાતે આ વેક્સિનેશન નો કેમ્પ રાખેલો છે અને આવી કેમ્પ નો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ લઈએ ે પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડતું એ હવે બધા જ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ક્યાં સ્થળ પર તમારું રજીસ્ટ્રેશન થઇ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કે વેક્સિન ખૂબ જ અગત્યની છે
એકપણ વિદ્યાર્થી વેકિસનેશન વગર બાકી ના રહે તેવો અમારો પ્રયત્ન: વિજયભાઇ દેસાણી
‘અબતક’સાથેની વિશેષ વાતચીતમાં દરમિયાન વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કેસૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે 240 કોલેજો જોડાયેલી છે અને લગભગ એમના દોઢ લાખ વિદ્યાર્થીઓ કોલેજ ના માધ્યમથી અભ્યાસ કરે છે અને કેમ્પસ ઉપર પણ આશરે છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વેકિસનએ આપણી પાસે કોરોનાની સામે લડવા માટેનું સસ્ત્ર છે એટલે અમારો એક પણ વિદ્યાર્થી એ વેક્સિનેશન વગર બાકીના રે એવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રયત્ન કર્યો છે તમામ કોલેજો ના માધ્યમથી સાથે સાથે વિદ્યાર્થીઓ નો પરિવાર પણ વેકેશન લે અને સ્વસ્થ થાય અમારો સમાજ શાસ્ત્ર ભવન એ 65 ગામડાઓમાં અત્યારે કામ કરેલું છે 13 જિલ્લામાં કામ કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓના ગામમાં ઘરે ઘરે જાય છે અને વેકેશન માટે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરે છે અને બધાને લેવડાવે છે અને આ બધાને પણ અપીલ છે કે આપણે રસીં લઈ અને સુરક્ષિત બનીએ