રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત, દ્વારા લમ્પી સ્કિન ડીઝિસ ફેલાતો અટકાવવા માટે આજથી શહેરી વિસ્તારમાં પશુઓ માટે વેકસીનેશન ડ્રાઈવ શરૂ કરાય છે તેમ, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભૂપતભાઈ બોદર અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું છે.
પશુપાલકોનાં પશુઓને તથા ગૌશાળા-પાંજરાપોળ સંસ્થાનાં પશુઓને વિના મુલ્યે લમ્પી સ્કિન ડીઝિસ થતો અટકાવવા માટે વેક્શિનેશન કરી આપવામાં આવશે. આ માટે 14 ટીમ દ્વારા વેક્શિનેશન પ્રોગ્રામ શરૂ કરાશે. સાંજના 08:00 વાગ્યા સુધી મોબાઈલ નં.-9925423975 ઉપર તથા એ.એન.સી.ડી., રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે તથા પશુ દવાખાના, સદર ખાતે સંપર્ક કરી શકાશે. રાજકોટ મહાનગરપાલિકાના તથા પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઈ પશુઓને વેક્શિન કરવામાં આવશે.
કરૂણા ફાઉડેશન ટ્રસ્ટ (એનિમલ હેલ્પલાઈન), રાજકોટ તથા અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાજકોટ શહેરમાં 8,000 પશુઓમાં તથા હરિવંદના કોલેજ, મુંજકા દ્વારા 2,000 પશુઓમાં વેક્શિનેશન કરવામાં આવ્યું છે. રૈયાધાર એનિમલ હોસ્ટેલમાં 110 પશુઓ, કોઠારીયા એનિમલ હોસ્ટેલમાં 231 પશુઓ અને રુણકી એનિમલ હોસ્ટેલમાં 45 પશુઓને પણ વેક્સીનેશન કરવામાં આવ્યું હતું.