બાળકો માટે વિવિધ રાઈડ્સ તેમજ મહિલા માટે 200થી વધુ વિવિધ વેરાયટીના સ્ટોલ
રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ વેકેશનનો આનંદ માળવા બાળકોને લઇને બહારગામ નીકળી પડતા હોય છે ત્યારે આ વર્ષે બાલભવન ખાતે વેકેશન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વાર બાલભવન ખાતે 44 દિવસના મેળાનો પ્રારંભ રંગેચંગે થયો છે. 22 એપ્રિલથી શરૂ થયેલ આ મેળાનો લાભ રાજકોટના જ નહિ પરંતુ ગુજરાતભરના લોકો 4 જૂન સુધી માણી શકશે. આ મેળાનું ઉદ્દઘાટન શહેર ભાજપ દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ જાડેજા સહિતનાઓ હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાસ તો આ વર્ષે વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોથી લઇને મેટેરાઓ પરિવાર સાથે બાલભવન વેકેશન મેળાનો 44 દિવસ અનેરો આનંદ લઇ શકશે. મેળાની વિશેષતાની વાત કરીએ તો બધા જ પ્રકારના સેંગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. ખાસ તો બાળકો માટે અવનવી રાઇડ્સ અને તેમજ ફૂડ સ્ટોલ તો ખરા જ. આ ઉપરાંત બાળકોથી લઇ મોટા સુધીના તમામ લોકો માટે એક ડાન્સ, નાવડી, ઝાયન્ટ વ્હીલ, તેમજ મોટી બીજી અનેક રાઇડ્સ, બાળકો માટે જમ્પિંગ અને ઘણુ બધું છે.
આ સિવાય 200થી વધુ પ્રોડક્ટસના સ્ટોલ જેમા મહિલાઓ માટે ખાસ રેડીમેટ કુર્તી, રાજસ્થાની મોજડી, બીજી અવનવી પછી આઇટમ તેમજ એફ. એમ. સી. જી., ગિફ્ટ આર્ટિકલ, પરગણું ની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ, આઈસ્ક્રીમ, અવનવી વેરાયટી સાથે ખાણી પીણી અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે.
રાજકોટવાસીઓ આનંદ ઉલ્હાસ સાથે વેકેશન મેળાને માણી શકે તેવું આયોજન કિરીટભાઇ વ્યાસ , કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, સાગર ઠક્કર અને બાલભવનની ટિમ દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.