જીટીયુમાં ક્રિકેટ, હોકી, બાસ્કેટ બોલ તથા હેન્ડ બોલમાં વી.વી.પી.ની ટીમ રનર્સઅપ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ માત્ર એક જ સપ્તાહ જેટલા ટૂંકાગાળામાં જીટીયુ સ્પોર્ટસમાં શાનદાર સફળતા મેળવી છે. આ વિશે વધુ વાતચતી કરતા સંસ્થાના ટ્રસ્ટી આ. કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતું કે, ક્રિકેટ બોયઝમાં ઝોનમાં અમારી ટીમ ચેમ્પિયન બની છે. ઈન્ટરઝોન હોકી બોયઝમાં પણ અમે ચેમ્પિયન બન્યા છીએ. ઈન્ટરઝોન ગલ્સ બાસ્કેટબોલમાં અમારી ટીમ રનર્સઅપ બની છે. વી.વી.પી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને તેમાં જવલંત સફળતાઓ મેળવી રહી છે, તેનું આ પ્રત્યક્ષા ઉદાહરણ છે.
વી.વી.પી.એ ઘણાં વર્ષોથીસ્પોર્ટસ એકિટીવીટી માટે પોલીસી પણ અમલમાં મુકી છે, જેમાં વિદ્યાર્થીને જીટીયુ કે ખેલમહાકુંભ જેવી રમતોમાં રમવા જવાનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા ભોગવે છે અને તે સાથે ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં એટલે કે નેશનલ ગેમ્સમાં પસંદગી પામનાર ખેલાડીઓને વિશેષ રીતે સન્માનવામાં આવે છે. જે માટે વી.વી.પી. ટ્રસ્ટ વર્ષો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.
વી.વી.પી.ની આટલી મોટી સિધ્ધિ માટેસંસ્થાના પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયા, સ્પોર્ટસ ક્ધવીનર ડો. સચિનભાઈ રાજાણી, સ્પોર્ટસ ટીચર મયૂરભાઈ દેવમુરારી તેમજ સમગ્ર સ્પોર્ટસ ટીમની મહેનત રંગ લાવી છે.
વી.વી.પી.ની આ જવલંત સિધ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઇ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવે તેમજ સમગ્ર કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણે અભિનંદન પાઠવ્યા છે.