બુકફેરમાં ખાસ ડીસ્કાઉન્ટની પુસ્તક પ્રેમીઓને બેવડો લાભ
વી.વી.પી. પોતાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશિલ હોય છે, જેના ભાગરૂપે વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજની લાઈબ્રેરી (નોલેજ સેન્ટર) તેમજ અભિષેક બુકસ-ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય ” નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ બુકફેરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી, મોટીવેશનલ, ધાર્મિક, ફીલોશોફી, નવલકથા વગેરે વિવિધ વિષયોના અવનવા ગુજરાતી, હિન્દી, તેમજ વિશ્વ પ્રસિધ્ધ લેખકોના અંગ્રેજી ભાષાના પુસ્તકો પ્રદર્શીત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો ” મુલાકાત લેનાર તમામ પુસ્તક પ્રેમીઓ માટે આકર્ષક ડિસ્કાઉન્ટ પર ખરીદી કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વી.વી.પી. નોલેજ સેન્ટર દ્વારા આયોજીત ” ઉદ્ઘાટન પ્રસંગે વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. સંજીવભાઈ ઓઝા તેમજ ડો. નરેન્દ્રભાઈ દવે, વિભાગીય વડાઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે આવા સુંદર આયોજન ને પ્રોત્સાહિત કરતા ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવેલ કે, આ પ્રકારના ” કાર્યક્રમથી સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓમાં વાંચનવૃત્તિ વધશે તેમજ પુસ્તક વાંચન દ્વારા જીવન ઘડતરના મૂલ્યો પણ શીખવા મળશે. આ. ડો. સંજીવભાઈ ઓઝાએ જણાવ્યું હતુ કે, આજના ડીજીટલ યુગમાં પણ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સદ્વાંચનના પુસ્તકો અચૂક વસાવવા જોઈએ અને આવનારી પેઢીને પુસ્તક વાંચનનું મહત્વ સમજાવવું જોઈએ.
નેશનલ ડિજીટલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયાના માધ્યમથી પણ વાંચકોને પ્રોત્સાહિત કરવા માટે, વાંચનવૃત્તિને વેગ મળે તે માટે ભારત સરકાર પણ સતત પ્રયત્નશીલ છે તેના ભાગરૂપે પણ પ્રસ્તુત ” ને આયોજિત કરવામાં આવેલ હતો. ચાર દિવસ ચાલેલ આ બુક ફેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ, આર્કીટેકચર કોલેજ તથા વીવીપી કેમ્પસમાં ચાલતી બી.એડ. કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓ, કર્મચારીગણે બહોળી સંખ્યામાં મુલાકાત લઈ પુસ્તક ખરીદી કરી પુસ્તક પ્રેમ બતાવ્યો હતો.
વી.વી.પી. નોલેજ સેન્ટર દ્વારા આયોજીત ” ને સફળ બનાવવા માટે, આચાર્યશ્રી ડો. તેજસભાઈ પાટલીયાના માર્ગદર્શન હેઠળ વી.વી.પી.ના લાઈબ્રેરીયન ડો. તેજસભાઈ શાહ તથા લાઈબ્રેરી વિભાગના સર્વે શ્રી કલ્પેશભાઈ છાયા, શ્રી બકુલેશ ભાઈ રાજગોર, ધવલભાઈ જોષી, હિતેષભાઈ ત્રિવેદી, કેતનભાઈ પરમાર, દર્શનભાઈ દવે, તથા સમગ્ર વિદ્યાર્થીગણ તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
” ના સફળ આયોજન બદલ વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર તેમજ શ્રી ડો. નરેન્દ્રભાઈ દવે એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.