વર્ષ 2021માં 12 શરતોને આધારે કરણસિંહજી સ્કુલ શ્રી
સ્વામીનારાયણ મંદિરને સંચાલન સોંપવામાં આવ્યા હતું
- તંત્રની પૂર્વ મંજુરી વગર બાંધકામ તોડતા અને વૃક્ષોનું છેદન કરતા જાગૃત નાગરિકે કરેલી રીટમાં હાઇકોર્ટમાં યથાવત સ્થિતિ જાળવવા હુકમ કર્યો સ્ટે હોવા છતાં ચબુતરો તોડતા અને અન્નક્ષેત્ર પાસે દબાણ કરતા ભાવિકોએ જિલ્લા કલેકટર અને શિક્ષણ વિભાગને આવેદન પાઠવી કરી રજુઆત
શહેરના મઘ્યે આવેલા બાલાજી મંદિર પાસે કરણસિંહજી સ્કુલ સંચાલક ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના સંચાલકો દ્વારા શરતોનું ઉલલધન કરવામાં આવતા જેની સામે જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવેલી રીટ પીટીશનમાં હાઇકોર્ટ દ્વારા યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો હતો. બાદ સ્કુલ સંચાલકો દ્વારા હાઇકોર્ટની અવગણના કરી ચબુતરોમાં તોડફોડ કરીઅન્નક્ષેત્ર પાસે દબાણ કરતા સ્કુલ સંચાલકો અને જીવદયા પ્રેમી વચ્ચે મામલા ગરમાતા એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફ દોડી ગયો હતો અને હાલ પુરતું ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
વધુ વિગત મુજબ રાજકોટ રાજ પરિવાર દ્વારા સ્થાયેલી કરણસિંહજી હાઇસ્કુલનું આઝાદી કાળથી સરકાર દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. જયારે થોડા સમય પૂર્વે ભુપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર એ વર્ષ 2021માં આવ્યું હતું. જેમાં સરકારની પરવાનગી વગર બાંધકામ કે તોડફોડ કરવી નહીં. તેમજ હેરીટેઝના નિયમોની જાળવણી કરી નથી. આ બિલ્ડીગનો માત્ર શિક્ષણીક હેતુ માટે ઉપયોગ કરવો તેમજ પછાત અને ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ આપવું.
આ ઉપરાંત સ્કુલની ખુલ્લી જગ્યામાં તંત્રની મંજુરી વદગર બાંધકામ કરવાની મનાઇ છે. હોવા છતાં કરણસિંહજી સ્કુલના સંચાલકો દ્વારા સરકારની પરવાનગી વગર જુના બિલ્ડીંગના બે રૂમ તોડી નાખી અને વૃક્ષોનું છેદન કર્યુ રમત ગમતના મેદાનમાં આશરે 1પ હજાર ચો.ફુટથી વધારે બાંધકામ કરી ચબુતરો તોડી નાખ્યો છે. અન્નક્ષેત્રો બંધ કરાવવા દબાણ કરવવાનો પ્રયાસ કરવામાં આવતા જાગૃત નાગરીક ધનેશભાઇ જીવરાજાણીએ હાઇકોર્ટમાં રી કરણસિંહજી સ્કુલના સંચાલક દ્વારા તંત્રની શરતોનું ઉલ્લધન કરતા હાઇકોર્ટમાં દાદ માંગી રીટ પીટીશન કરવામાં આવી હતી.
હાઇકોર્ટ દ્વારા સુનાવણી ચાલતા સમય લાગે તેમ હોય આથી કરણસિંહ સ્કુલના સંચાલકો દ્વારા તંત્રની શરતોનું ઉલ્લધન કરવામાં આવતા કરણસિંહજી સ્કુલની યથાવત સ્થિત જાળવી રાખવા હુકમ કર્યો હતો. કરણસિંહજી સ્કુલમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા હાઇકોર્ટનો હુકમ હોવા છતાં સંચાલકો દ્વારા બાંધકામ સહીતની કામગીરી ચાલુ રખાતા જીવદયા પ્રેમી એકઠા થતા શ્રી કરણસિંહજી સ્કુલ ખાતે મામલો ગરમાયો હતો. અને એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફ પહોંચી જઇ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
જીવદયા પ્રેમી દ્વારા જીલ્લા કલેકટર અને શિક્ષણ વિભાગને આવેદન પત્ર પાઠવી સ્કુલ સંચાલકો દ્વારા કરેલી શરતો ઉલ્લધનની તપાસ કરવામાં આવશે અને પાણીનું પાણી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા કરવામાં આવશે.
રાજવી પરિવારે ઉમદા હેતુ સાથે 1892માં સ્કુલની સ્થાપના કરી હતી
રાજકોટ રાજવી પરિવારના સર લાખાજીબાપુ દ્વારા સર્વ સમાજને શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સને 1892માં શ્રી કરણસિંહજી સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. હેરીટેજ સ્કુલ રાજકોટ શહેરનું ગૌરવ સમાન હતી. આ સ્કુલમાં રાજયના તાત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિત અનેક લોકો અભ્યાસ કરી ચૂકયા છે. લોકશાહી આવતા સરકાર દ્વારા સંચાલન સોંપવામાં આવ્યું હતુ અને છેલ્લા બે વર્ષથી ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.
કોર્પોરેશન દ્વારા પ્લાન મંજૂર કરાયો નથી: એટીપી
કરણસિંહજી હાઇસ્કૂલમાં આવેલા બાલાજી મંદિરનું છેલ્લા ઘણા સમયથી રિનોવેશન ચાલી રહ્યું છે. હાઇસ્કૂલના પટાંગણમાં ચાલતા બાંધકામને રોકવા એક વકીલ દ્વારા કોર્ટનો સ્ટે લઇ આવવામાં આવ્યો છે. સ્ટે હોવા છતાં બાંધકામ ચાલુ રાખવા મુદ્ે આજે સવારે શાળા સંચાલકો અને ભાવિકો વચ્ચે ભારે બબાલ સર્જાઇ હતી. મંદિરના ર્જીણોધ્ધાર માટે ટ્રસ્ટ દ્વારા દોઢ મહિના પહેલા કોર્પોરેશન સમક્ષ બિલ્ડીંગ પ્લાન મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજસુધી પ્લાન મંજૂર કરવામાં આવ્યો ન હોવાનું વોર્ડ નં.7ના એટીપી કાપડીયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે સરકારી જમીન પર ધાર્મિક હેતુ માટેનું બાંધકામ થઇ રહ્યું હોવાના કારણે પ્લાન મંજૂર ન કરાયો હોવા છતાં બાંધકામને અટકાવવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.