• જૂના જકાતનાકા પાસે લોન એજન્ટનો ઝેર પી આપઘાત

રાજકોટના મવડી ગામે, પંચશીલ સોસાયટીમાં રહેતા પ્રૌઢે એક માસથી કામ ધંધો ન ચાલતો હોય અને જેના કારણે માનસિક સ્થિતિ અસ્થિર રહેતા સેલફોસનો પાઉડર પી જતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.જ્યારે શહેરના મોરબી રોડ સેટેલાઈટ ચોક નજીક રહેતા યુવાને અકળ કારણોસર જુના જકાતનાકા સીટી સ્ટેશનની બાજુમાં સેલફોસ પાવડર પી લેતા તેનું મોત નિપજ્યું છે.

રાજકોટના મવડી ગામે પંચશીલ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મનજીભાઈ મકવાણા નામના 52 વર્ષીય પ્રૌઢે સિલ્ફોસનો ઝેરી પાવડર પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં ચાલુ સારવારમાં મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં હસમુખભાઈ છૂટક મજૂરી કામ કરતા અને ગત એક માસથી કામધંધો ન કરતા હોવાથી તેની માનસિક સ્થિતિ અસ્થિર રહેતી હોય અને વધુ પડતાં સમયમાં ગુમસુમ રહેતા હોય,જેથી પ્રૌઢે ગત તા.5/6 ના સાંજના અરસામાં સેલ્ફોસનો પાઉડર પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં સારવારમાં મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ એલ.બી.ડિંડોર સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથધરી છે.મૃતક છૂટક મજરી સાથે ડ્રાઇવિંગનું કામ કરતા હતા.મૃતક ત્રણ ભાઈઓમાં વચેટ અને તેને સંતાનમાં પુત્ર પુત્રી છે.

વધુમાં પોલીસ સમક્ષ મૃતકના પરિવારે જણાવ્યા અનુસાર, હસમુખભાઈ એક માસથી ગુમસુમ રહેતા હતા જેથી માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી તેણે આ પગલું ભર્યું છે.

જ્યારે અન્ય બનાવવામાં પ્રાપ્ત વિગત મુજબ,રાજકોટ શહેરના મોરબી રોડ સેટેલાઈટ ચોક નજીક રહેતા ભાવિનભાઈ મનસુખભાઈ ગઢીયા નામના 36 વર્ષીય યુવકે જૂના જકાતનાકા સિટી સ્ટેશનની નજીક હતો ત્યારે સેલફોસ પાવડર પી લેતા તેનું મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક ખાનગી કંપનીમાં એજન્ટ હતો,અને લોન કરાવવાનું કામ કરતો હતો. તેણે ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગેનું કારણ વિશે પરિવારને જાણ ન રહેતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે.યુવકે ગત તા.5 ના રોજ બપોરના અરસામાં જૂના જકાતનાકા નજીક સીટી સ્ટેશન પાસે હતો ત્યારે સેલ્ફોસ પાઉડર પી લેતા તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા,સારવાર લીધા પૂર્વે જ યુવકનું મોત નીપજ્યું છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા હેડ કોન્સ્ટેબલ એચ.જે.જોગડા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથધરી છે.મૃતક પરણિત છે અને તેની પત્ની માસ ગર્ભવતી છે.મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

પડધરી : વતનની યાદ આવતા શ્રમિક મહિલાએ ઝેર પીધું

આપઘાતના પ્રયાસના આ બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ,પડધરીમાં રહેતી મૂળ એમપીના વતની સવિતાબેન કૈલાશભાઈ માવી નામના 19 વર્ષીય મહિલાએ યુવરાજસિંહની વાડીએ હતા,ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરણીતાને અત્રે ગમતું ન હોય અને વતનની યાદ આવતી હોય જેથી તેણીએ આ પગલું ભર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.પરણીતા એક માસ ગર્ભવતી હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે. તેણી પરિવાર સહિત રાજકોટમાં કામ કરવા અને રહેવા વીસ દિવસ પૂર્વે જ આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.