ત્રણ તબકકાના કાર્યક્રમો અને 1રમી જાન્યુ. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિરાટ યુવા સંમેલન યોજાશે: ટીલવા-જાડેજા, પીપળીયા
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે પ્રદેશ ભાજપ યુવા મંત્રી, શહેર ભાજપ યુવા પ્રમુખ સહિતના પ્રતિનિધિઓ
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની અઘ્યક્ષતામાં સમગ્ર રાજયમાં યુવાનોને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે યુવા મિત્ર અભિયાન તા. રપ ડીસેમ્બર અટલબિહારી બાજપાઇજીની જન્મજયંતિ થી તા. 1ર જાન્યુ. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ સુધી કાર્યકરત રહેશે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ યુવા મંત્રી અને રાજકોટના પ્રભારી નિલેશભાઇ ચુડાસમા, શહેર ભાજપ યુવા પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રીઓ કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, ઉપપ્રમુખ પૂર્વેશ શાહ, પ્રવિણ સેગલીયા, જયકિશનસિંહ ઝાલા, જયપાલ ચાવડા મંત્રીઓ સહદેવ ડોડીયા, કરણ સોરઠીયા, કેયુર અનડકટ, સંજય વચકાણી તથા કોષાઘ્યક્ષ ગૌરવ મહેતાએ જણાવ્યું હતું કે.ત્રણ તબકકે યુવા વર્ગને પાર્ટીમાં જોડવામાં આવશે. જેમાં પ્રથમ તબકકામાં વિસ્તારક યોજના અંતર્ગત તા. રપ થી તા. 31 ડીસેમ્બર સુધીમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ગુજરાતની તમામ 18ર વિધાનસભા સીટી પર કુલ 3600 લોકો વિસ્તારક તરીકે ગયા છે જેમાં 1800 યુવાનો પ્રવાસી વિસ્તારક તરીકે અને 1800 યુવાનો સ્થાનીક વિસ્તારક તરીકે કામ કરી રહ્યા છે જેમાં તમામ બુથ સ:100
યુવાનોને જોડવાનુ મહાભિયાન ભાજપ, યુવા મોરચા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજા તબકકામાં તા. 1 થી 7 જાન્યુઆરી-2022 સુધીમાં ‘મહા સંપર્ક અભિયાન’ દરમ્યાન દરેક વિધાનસભામાં આવેલ તમામ સ્કુલ, શાળા-કોલેજો, હોસ્ટેલ, યુનિવર્સિટી તથા શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જાહેર ચાર રસ્તા, શોપીંગ મોલ, મેઇન માર્કેટ, ગાર્ડન વિગેર જેવા સ્થળો પર મોટી સંખ્યામાં કાર્યકતા
રઓ સાથે મહા સંપર્ક હાથ ધરી વધુમાં વધુ યુવાનોને યુવા મિત્ર અભિયાનમાં મો. નં. 73044 73044 ઉપર મીસ્ક કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવીને જોડવામાં આવશે.
ત્યારબાદ ત્રીજા તબકકામાં તા.1ર જાન્યુ. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નીમીતે રાષ્ટ્રીય યુવા દિવસના ભાગરુપે દરેક જીલ્લામાં વિધાનસભા સ: અને મહાનગર સ: સમગ્ર વિસ્તારક યોજના દરમ્યાન જોડાયેલા તમામ નવા યુવાનો સાથેનું વિરાટ યુવા સંમેલન નું આયોજન કરવામાં આવશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોચરા દ્વારા રાજકોટ મહાનગરમાં હજારો યુવાનો પાર્ટીમાં જોડાય તે માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવામાં આવશે તેમ પણ અંતમાં જણાવ્યું હતું.