શિક્ષણ સર્જનાત્મક હોવું જોઇએ વિદ્યાર્થીઓ વિષયને સમજે અને તેમાં રસ લેતા થાય તે જરૂરી છે
વાલીઓ તેમના બાળકોને વધુ ટકા આવે તે માટે અપેક્ષા રાખતા હોઇ બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વઘ્યું હોવાનું અને તે સમાજ માટે નકારાત્મક અસર ઉભી કરતી હોય ત્યારે એજયુકેશન વિથ ઇનોવેશન એન્ડ મોટિવેશનના મંત્રને સાર્થક કરતા રાજકોટના સેન્ટ મેરીઝ સ્કુલના ઉમેશ વાળાને એવોર્ડ અપાયો.
વિઘાર્થીઓને ગોખણપટ્ટી નહીં પરંતુ સર્જનાત્મક શિક્ષણ તરફ વાળવા જરુરી છે. વર્ગખંડમાં બેઠેલા બાળકોને શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમને મદદરુપ થવા માટે ખુદ રોલ મોડલ બનવું જરુરી છે. હાલમાં જ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન મેળવતા ઉમેશભાઇ બાળકોમાં વિવિધ ગુણો કેળવાય તે માટે પહેલા આ તમામ ગુણોને પોતે જ અનુસર્યા.ખાસ હકક રજાના દિવસોમાં પણ શિક્ષક કાર્ય ચાલુ રાખ્વું પ્રદુષણ જાગૃતિ માટે જાત સાઇકલ પર સ્કુલ આવે છે. ઉમેશભાઇએ અનેક પુસ્તકોનું ડિજિટાઇઝેશન પણ કર્યુ છે.
હાલ ગોખણપટ્ટી પર વધુ ભાર મુકવામાં આવે છે જેથી વિઘાર્થીઓને વધુ માર્કસ આવે છે.વર્તમાન સમયમાં બાળકો અને તેમના પેરેન્ટસ વચ્ચે ગેપ વધતો જતો હોવાનું જણાવી તેઓ આ ગેપ દુર કરવા પેરેન્ટિગ વર્કશોપ ચલાવે છે. બાળકોને તેઓ મોટિવેશન પુરુ પાડી બાળકોમાં આત્મવિશ્ર્વાસ વધારવાનું પ્રેરણાદાયી કાર્ય કરે છે. હાલની સ્થિતિમાંને શિક્ષણની સાથો સાથ ચિત્રકામ, રમતગમત સહીત પ્રવૃતિઓ કરાવી અનેક બાળકોના જીવનમાં નવો ઉજાસ પાથરવાનું ઉમદા કાર્ય કરે છે.