ટ્રેકટર્સ, બીયારણ, દવા, પંપ અને વાયર જેવી પ્રોડકટસ બનાવતી કંપનીઓ દ્વારા ખેડુતોને માર્ગદર્શન: આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ
કૃષિ ઉત્પાદનમાં વધારો થાય અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરી શકાય તે હેતુથી શાસ્ત્રી મેદાન ખાતે તા.૯ થી ૧૨ સુધી કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળામાં ખેડુતોને આધુનિક કૃષિ વિશેની માહિતી આપવામાં
આવી રહી છે. કૃષિ મેળામાં કૃષિ સંબંધીત સાધનો બનાવતી અનેક કંપનીઓએ ભાગલીધો છે. અને ખેડુતોને સાધનો વિશે વિશેષ માહિતી આપવામાં આવી રહી છે. ભાગ લીધેલી કંપનીઓનાં રીપ્રેઝન્ટેટર્સ કેડુતોને આધૂનિક સાધનો વાપરીને ઉત્પાદન કેમ વધારી શકાય તે અંગે સરળ શૈલીમાં માહિતી આપી રહ્યા છે. ખેડુતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને આ આયોજનનો લાભ લઈ રહ્યા છે.
કૃષિ મેળામાં ટ્રેકટર્સ, બીયારણ, દવા, પંપ, વાયર સહિતની પ્રોડકટ બનાવતી કંપનીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને પોતાના સ્ટોલ રાખ્યા છે.
કૃષિ મેળામાં સ્ટોલ ધારક નેટાફમ ઈરીગેશનનાં સેલ્સ મેનેજ
રે જણાવ્યું હતુ કે અમારી કંપની ઈઝરાયલની ટકેનોલોજી ધરાવે છે. અમે યપક સિંચાઈ પધ્ધતિ વાપરતા ખેડુતો માટે અવનવી આધૂનિક પધ્ધતિઓ વિકસાવી છે. આ ઉપરાં
ત અજીત સીડ્સ, સ્વરાજ ટ્રેકટર્સ, એગ્રો સ્ટાર, કોમેટ વાયર પ્રોડકટસ, ભૂમિ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, કેપ્ટન ટ્રેકટર્સ જેવી ધણી કંપનીઓએ પોતાના સ્ટોલ રાખ્યા છે.
સ્ટોલમાં તેઓએ પોતાની પ્રોડકટસ ખેડુતોને જોવા માટે રાખી છે. અને ખેડુતોને પ્રોડકટસ અંગે વિસ્તારથી માહિતી આપી રહ્યા છે. આ કૃષિ મેળામાં ઠેર ઠેરથી કૃષિઓ ઉમટી પડયા હતા અને આધૂનિક પ્રોડકટસ વિશે માહિતગાર થયા હતા.