મિલ્કતઓમાં ત્રણ ફ્લેટ પોતાના નામે- એક ફ્લેટ પત્નીના નામે , ખેતીની જમીન, પ્લોટ, 100 ગ્રામ સોનુ : પત્ની પાસે 235 ગ્રામ સોનુ : એક ગુનો માથે

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક ઉપર હાજર ભાજપ પક્ષના ઉદયભાઇ ઉમેદવારી નોંધાવી છે તેઓએ ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામાં પોતાની અંગત વિગતો દર્શાવી હતી જેમાં તેઓ 7.35 કરોડના મલિક હોવાનું ઉપરાંત ત્રણ મકાન હોવાનું જણાવાયું છે.

ઉદયભાઈ કાનગડ પાસેની મિલકતની વિગતો જોઈએ તો હાથ પર રોકડ 5.11 લાખ, પંજાબ બેંકમાં 1.41 લાખ, એલઆઇસીમાં 50 લાખની પોલિસી, પાર્થ ક્ધસ્ટ્રક્શનને રૂ. 10.59 લાખ અને ભરત ક્ધટ્રક્શનને રૂ. 47 લાખની આપેલી લોન, એક હોન્ડા એક્ટિવા, 100 ગ્રામ સોનુ, સુત્રાપાડામાં જમીન, આ ઉપરાંત વેરાવળમાં પ્લોટ, મુજકામાં એક ફ્લેટ, ગુરુઆશિષ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ અને કેવલમ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ મળી ઉદયભાઈ કુલ 7.35 કરોડની મિલકતના માલિક છે.

જ્યારે તેઓની જવાબદારી જોઈએ તો આઇસીઆઇસીઆઉની 25 લાખની લોન, એલઆઇસીનું 8.58 લાખનું દેવું, ક્રિસ્ટલ એજન્સીનું રૂ.40.74 લાખ, ધ્રુવીક તલાવીયાનું રૂ.40 લાખ, ધ્રુવીક તલાવીયા એન્ડ અધર્સનું રૂ. 28 લાખ, કરણ ક્ધસ્ટ્રક્શનનું રૂ. 10 લાખ, પ્રભાતભાઈ કાનગડનું 5.50 લાખ, રાધિકા કાનગડનું રૂ. 82 હજારનું દેવું છે. આમ કુલ દેવુ રૂ. 1.59 કરોડનું છે. તેઓના પત્ની વૈશાલીબેન કાનગડની મિલકતની વિગત જોઈએ તો હાથ પર રૂ. 8.53 લાખ, બેંકમાં રૂ. 5.76 લાખ, 235 ગ્રામ સોનુ, કેવલમ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ મળી કુલ રૂ. 90 લાખની મિલકત છે. બીજી તરફ ઉદય કાનગડ ઉપરના ગુનાની વિગતો જોઈએ તો તેમની ઉપર જે તે સમયે મહાનગરપાલિકામાં મ્યુ. કમિશનર મુકેશ કુમાર ઉપર કથિત હુમલાનો ગુનો નોંધાયો છે. જેમાં તેઓ કસૂરવાર સાબિત થયા નથી.

ઉદયભાઈની છેલ્લા વર્ષની વાર્ષિક આવક રૂ. 16.08 લાખ

તેઓની રિટર્ન પ્રમાણેની વાર્ષિક આવક જોઈએ તો વર્ષ 2017-18માં 10.33 લાખ, વર્ષ 2018-19માં રૂ. 10.41 લાખ, વર્ષ 2019-20માં 10.52 લાખ, વર્ષ 2020-21માં 11.43 લાખ, વર્ષ 2021-22માં રૂ. 16.08 લાખ થઈ નોંધાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.