વિદ્યાર્થીઓએ વિધાનસભાના અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લીધી
ગાંધીનગર ખાતે મોક એસેમ્બલીમાં વિરાણી હાઈસ્કુલ, રાજકોટના ધોરણ-12નાં વિદ્યાર્થીઓ ઉદય ચાવડા તથા જયમીન લાવડીયાને ધારાસભ્ય બનીને વિધાનસભાનું સંચાલન કરવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થયેલ અને વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિત્વ કેમ કરવું તેનો અનુભવ મેળવેલ. આ માટે લોકોનાં પ્રતિનિધિ બની અને વિવિધ વિભાગ પ્રમાણે પ્રશ્ર્નોની રજૂઆત કરેલ હતી. અને પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવામાં આવેલ.
ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાની 3પ00 જેટલી અરજીઓમાંથી 18ર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવેલ, જેમાં વિરાણી હાઈસ્કૂલનાં બે વિધાર્થીઓની પસંગી કરવામાં આવેલ. અને તેને ધારાસભ્ય અને મંત્રી બનવાની તક મળી હતી. શાળાના શિક્ષક રાજેશભાઈ બામટાના માર્ગદર્શન નીચે તૈયારી કરી વિધાનસભામાં બોલવા માટે અવસર મળેલ તેનો સફળ રીતે લાભ લીધો હતો.
તેમજ પ્રજાના પ્રતિનિધિ તરીકે વિધાનસભા કઇ રીતે ચાલે છે, તેનો જાતે અનુભવ કરેલ અને ધારાસભ્યો વિધાનસભામાં જે રીતે પ્રજાના પ્રશ્ર્નો રજૂ કરે છે અને તેને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિધાનસભામાં જે કાર્ય કરવા માટે જે-તે વિસ્તારમાં મંજૂર કઇ રીતે થાય છે, તે પ્રત્યક્ષ અનુભવ કરેલ હતો. વિદ્યાર્થીઓએ વિધાનસભાનાં અધ્યક્ષ નિમાબેન આચાર્ય તેમજ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેઓને શાળાનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે.