બે દિવસ પહેલા ઘવાયેલ વૃદ્ધના મોતથી બનાવ હત્યામાં પલટાયો:
પોલીસે બંને શખ્સો સામે ખૂનની કલમનો કર્યો ઉમેરો
અબતક, રાજકોટ
રાજકોટ નજીક ખેરડી ગામમાં રહેતા મુળ મધ્યપ્રદેશના 60 વર્ષના વૃધ્ધ પર ગઈકાલે હાજાપર ગામે રહેતા બે શખ્સે છરી વડે હુમલો કરતા વૃદ્ધનું સારવારમાં મોત નિપજ્યું છે.
બનાવની જાણ કુવાડવા પોલીસને થતા સ્ટાફે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. આરોપીઓ મૃતકની વાડીમાં અવાર-નવાર બળજબરીથી લીલા ચણાં ખાવા માટે લઈ જતો હતો. ગઈકાલે આ બાબતે મૃતકે તેને ટપારતા શખ્સે ઉશ્કેરાઇને તેના પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યા છે.પોલીસે બંને શખ્સો ની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના અને હાલ ખેરડીના હાજીપરા વિસ્તારમાં ભરત વશરામ ગેલાણીની વાડીમાં રહેતા અને મજુરીકામ કરતા કેશુભાઈ નરશીભાઈ વસુનીયા ઉ.60 ગઈકાલે વાડીએ હતા ત્યારે બે શખસો વાડીમાં ચણાની ચોરી કરવા આવ્યા હોવાની જાણ થતા ટપારતા અજીત દીલું સોલંકીએ વૃદ્ધને ગળાના ભાગે છરીના બે ઘા ઝીકી વિજય જીવણ સોલંકી સાથે બંને ભાગી ગયા હતા વૃદ્ધને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા અહીં સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવને પગલે કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મૃતકનેસંતાનમાં ત્રણ દીકરી અને ત્રણ દીકરા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ખૂનની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.