મિત્રો સાથે ન્હાવા ગયા ત્યારે સર્જાય દુર્ઘટના
શહેરના કિસાનપરા ચોક અને જાગનાથ ચોક વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારના છ બાળકો આજીડેમમાં નહાવા માટે ગયા હતા. જેમાં અન્ય મિત્રોની નજર સામે બે તરણના ડેમના ઊંડા પાણીમાં ગરક થઇ જવાથી મોત થયા હતા. આજીડેમમાં રવિવારી બજાર ભરાય છે. ત્યાં છ મિત્રો નહાવા પડ્યા હતા જેમાં કિસાનપરા પાસે શક્તિ કોલોનીમાં રહેતો 13 વર્ષીય અભિમન્યુ સુરેશભાઇ ટામટા ડેમના પાણીમાં ગરક થઇ જતાં ન્યૂ જાગનાથ પ્લોટમાં રહેતો 16 વર્ષનો તરુણ રાહુલ શેરબહાદુર વિશ્વકર્મા તેને બચાવવા માટે ગયો હતો. દરમિયાન બન્ને ઊંડા પાણીમાં ગરક થઈ જતાં સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી હતી જેથી અહીં કોઇ સ્થાનિકનું ધ્યાન જતાં
ત્યારબાદ બાળકોના પરિવારજનો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાચરના સ્ટાફે અહીં આવી ડેમના પાણી ડહોળી બન્ને તરુણોને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. દરમિયાન 108 પણ અહીં આવી ગઇ હોય ઇએમટીએ જોઇ-તપાસ બન્ને તરુણોને મૃત જાહેર કર્યાહતા.
કિસાનપરા વિસ્તારમાં રહેનાર આ સાતેય મિત્રોના માતા-પિતા અલગ અલગ સ્થળોએ મજૂરીકામ કરતા હોય તેઓ સવારે મજૂરીકામે ગયા બાદ બપોરે આ મિત્રો નહાવા માટે આજીડેમ પહોંચી ગયા હતા દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. તરુણવયના બે મિત્રનાં મોતથી નેપાળી પરિવારોમાં કાળો કલ્પાંત છવાઇ ગયો હતો.
બીજી તરફ બન્નેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.