ચાયનીઝ એપ્પ દ્વારા હોંકૉનગથી કુરિયર મારફત મશીન મંગાવ્યાની પોલીસ સમક્ષ આપી કબૂલાત
શહેરમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરી આપવાના કારસ્તાનમાં એસઓજી પોલીસ ટીમે વધુ બે શખ્સોની ધરપકડ કરી છે. ધોરણ 12 પાસ ત્યક્તાને ગર્ભ પરીક્ષણ માટે ચીનની અલીબાબા સાઈટ પરથી સોનોગ્રાફી મશીન ખરીદી આપનાર બંને શખ્સોની ધરપકડ કરીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.બે દિવસ પૂર્વે નર્સ સરોજ વિનોદ ડોડીયાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપી ત્યક્તાને ગર્ભપરીક્ષણનું મશીન લઇ આપનાર અજય જાવિયાનીજેતપુર ખાતેથી ધરપકડ કરી છે. અજયને આ મશીન ક્યાંથી મંગાવેલું તેની પૂછપરછ કરતાં તે ભૌતિક ઘાડીયા પાસેથી મંગાવેલું હોવાનું જણાવતા તેની અટકાયત કરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ સોનોગ્રાફી મશી. ખરીદવા અજય જાવિયાએ ઇન્ટરનેટ ઉપર ગૂગલમાં સોનોગ્રાફી અલ્ટ્રા સાઉન્ડ નામથી સર્ચ કર્યું હતું. જેમાં એલિક્ષ ઇમ્પેક્સ નામની સાઇટ પર ભૌતિક હિંમતલાલ ઘાડીયાનો એક્ષપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતો હતો. જેથી પોતાની આ એલિક્ષ ઇમ્પેક્સ સાઇટ બનાવેલું હોય જે સાઇટમાંથી બંને આરોપીઓએ સાથે મળી મશીનની જરૂરીયાત બાબતે વાત કરતા આરોપી ભૌતિકએ કુલ બિલ 1 લાખ 90 હજાર થાશે તેવું જણાવેલું હતું.અને
આ મશીન મંગાવવા ભૌતિકે અલીબાબા એપ્લિકેશનનો ઉપયોગ કરી આ મશીન માટેનો સપ્લાયર ચીન હોંગકોંગ શોધી કાઢી જેનો મોબાઇલ નંબર આ એપ્લિકેશનમાંથી મેળવી, સપ્લાયરનો વોટ્સએપ થ્રુ કોન્ટેક્ટ કરી મશીન કુરિયર મારફતે ચાઇનાના હોંગકોંગથી પોતાની રાજકોટ સ્થિત ઓફિસ ખાતે મંગાવ્યું હતું. તેવી કબૂલાત આપી છે.હાલ પોલીસે અજય જાવિયા અને ભૌતિક ઘાડીયા ની ધરપકડ કરી વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.