સિનિયર – જુનીયર એડવોકેટોની ઉ5સ્થિતિમાં પ્રમુખ સહિત છ- હોદા માટે અનુભવી અને તરૈવયાઓએ ઝંપલાવ્યું
બાબ એસો. ની આગામી વર્ષ 2022 માટેની ટીમની ચુંટણી 17 ડીસેમ્બર 2021ના રોજ થવા જઇ રહેલી છે. ક્રિમીનલ, સીવીલ, રેવન્યુ, એમ.એ.સી.પી. લેબર, ક્ધઝયુમન અને જુનીયર એડવોકેટ એસો. જેવા તમામ ક્ષેત્રોમાં બહોળી સંખ્યામા મિત્ર વર્તુળ ધરાવતા અને સારી નામના મેળવેલા એવા કુલ 6 આજે એક સાથે અને એક સુરે અવાજ મેળવી અને એક જીનીયર પેનલની જાહેરાત કરેલી છે. જાહેરાત કર્યા બાદ આજે સવારે આ તમામ ઉમેદવારોએ તુટેલ પોતાના અલગ અલગ ક્ષેત્રોના ધારાશાસ્ત્રી મિત્રોને ખુબ મોટી સંખ્યામાં હાજર રાખી અને ભવ્ય સન્માનપૂર્વક બાર એસો.ના રુમ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
આ જુનીયર્સ પેનલમાં પ્રમુખપદે સીનીયર એડવોકેટ અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ પદે બિમલભાઇ જાની, સેક્રેટરી પદ માટે ભુતપૂર્વ કાઉન્સીલર ભાજપ અગ્રણી અને પૂર્વ સરકારી વકીલ સીનીયર એડવોકેટ પી.સી.વ્યાસ, જોઇન્ટ સેકેટ્રરી માટે દિવ્યેશભાઇ મહેતા, ખજાનચી તરીકે અજાતશત્રુ એવા ડી.બી. બગડા અને રેવન્યુ અને એમ.એ.સી.પી.મા વકીલાત કરતા સીની. એડવોકેટ અજયભાઇ જોશીએ લાઇબ્રેરી સેક્રેટરી પદ ઉપર પોતાની દાવેદારી નોંધાવી છે.
આ તમામ એડવોકેટ રાજકોટના વકીલાત ક્ષેત્રમાં ખુબ જ જાણીતા ચહેરાઓ છે. લોકોના સમર્થનમાં ઉમેદવારી નોંધાવતી વખતે સમગ્ર જીનીયર્સ પેનલને ટેકો આપવા અને તેઓનો ઉત્સાહ વધારવા માટે ખુબ જ મોટી સંખ્યામાં એડવોકેટ હાજર રહ્યા હતા. અને આ તકે રાજકોટના સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, પીયુષભાઇ શાહ, અનિલભાઇ દેસાઇ, તુષારભાઇ બસલાણી, રાજકુમાર હેરમા, ભરતભાઇ હિરાણી, એલ.જે. રાઠોડ, કમલેશભાઇ શાહ, તુલસીદાસ ગોંડલીયા, અશ્ર્વિન મહાલીયા, ભગીરથસિંહ ડોડીયા, પરેશભાઇ મારુ, હરેશભાઇ દવે, ચેતનભાઇ આસોદરીયા, મિતેશભાઇ કથીરીયા, વિશાલભાઇ ગોસાઇ, હેમાંશુભાઇ પારેખ, નીવીદભાઇ પારેખ, કીરીટ નકુમ જેવા અનેક નામાંકીત એડવોકેટોએ આ જુનીયર પેનલને જંગી બહુમતિથી વિજેતા બનવા માટે શુભેચ્છા પાઠવી હતી.
જુનીયર પેનલના કાર્યાલયનું સાંસદ મોકરીયા ખુલ્લુ મુકશે
બાર એસો.ની પ્રતિષ્ઠા ભરી ચુંટણી જંગમાં આજે જુનીયર પેનલના પ્રમુખપદના ઉમેદવાર અર્જુન પટેલ સહીત છ વકીલોએ હોદા માટે ઉમેદવારી નોંધાવી છે. જુનીયર પેનલનું 150 ફુટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોિ5સ્ટલની બાજુમાં પ્રગતિ કોમ્પ્લેકસ માં કાર્યાલયનું રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.ે આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ તકે સીનીયર-જુનીયર એડવોકેટોએ ઉ5સ્થિત રહેવા જુનીયર પેનલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાજપ લીગલ સેલ વચ્ચે બારની ચુંટણીમાં જંગ જામશે !!
શિસ્ત બઘ્ધ અને કેડર બઘ્ધ તરીકે ગણાતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સહકારી સહીત ક્ષેત્રમાં પાર્ટીની ગાઇડ લાઇન મુજબ ચુંટણી યોજાશે તેવી સુફીયાણી સલાહ આપવામાં આવી હતી ત્યારે ડીસેમ્બર માસમાં રાજકોટ બાર એસો.ની પ્રતિષ્ઠા ભરી ચુંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે લીગલ સેલમાં બે ઉભા ફાડીયા થયા હોય તેની નજરે દેખાય રહ્યું છે. બારની ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ જામે તો જ નવાઇ નહી જેમાં ભાજપ લીગલ સેલ વચ્ચેની લડાઇમાં ત્રીજો ફાવી જાય તો નવાઇ નહી તેવો રાજકીય નિષ્ણાંતો કરી રહ્યા છે.