28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજમાં ‘સ્મૃતિવન’નું લોકાર્પણ કર્યું હતું. 26 જાન્યુઆરી, 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ ‘સ્મૃતિવન’નું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીં 20 જાન્યુઆરી, 2023 સુધી – માત્ર ચાર મહિનાના ગાળામાં જ 2 લાખ 80 હજાર લોકોએ સ્મારકની મુલાકાત લીધી છે જ્યારે 1 લાખ 10 હજારથી વધુ લોકોએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે.

Screenshot 1 4
25 જુનના રાજકોટ ટીઆરપી ગેમઝોન ગોઝારી દુર્ઘટનાને એક મહિનો પુર્ણ થયો છે. ત્યારે એક મહિનો પુર્ણ થયાં બાદ ભુજ પાલિકા જાગી છે.

UNESCO દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનમાં આવેલ “કિડ્સ પ્લે ઝોન”ને ફાયર NOC ન હોવાના લીધે બંધ કરવામાં આવ્યું છે.

Screenshot 2 1

એક મહિનો વીતી ગયા બાદ ભુજ પાલિકાને ધ્યાને આવ્યું ફાયર NOC વિના ચાલતું હતું કિડ્સ પ્લે ઝોન ,ત્યારબાદ સ્મૃતિવનના “કિડ્સ પ્લે ઝોન” ભુજ પાલિકા દ્વારા સીલ કરાયું.

ભુજ:નવીનગીરી ગોસ્વામી 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.