રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગની દુર્ઘટનામાં એક સાથે 24 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગના બાળકો ભોગ બન્યાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે, આગના ધૂમાડાના ગોટે ગોટા 3 કિલોમીટર સુધી દેખાયા હતા.આ દુખદ ઘટનાને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું હતું. વેકેશનમાં મજા માણવા ગયેલા લોકોનો આ રીતે અંજામ આવશે તેની કોઈને ખબર નહોતી. હાલ જે ગેમઝોનની બહાર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, તે એકદમ કરૂણ છે.
ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે
ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ‘ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું.