સાયલાના ઢાંકણીયાની સીમ જમીનમાં પૂર્વ આયોજીત પત્નીએ પ્રેમિને બોલાવી સુતેલા પતિને ગળે ફાસો આપી મોતને ઘાટ ઉતાર્યો. પરંતુ પત્નીએ તારમાં ફસાયેલા પતિનું ગળે ફાસો થતા મોત થયુ કહેતા અગ્નીસંસ્કાર બાદ પરિવારજનોએ વધુ તપાસ હાથ ધરતા પત્નિએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢયું હોવાનું બહાર આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના કોળી પરીવાર ના જેમાભાઇ રૂપાભાઇ વાઘેલા ઉ.વ .52 ઢાંકણીયા ગામે ભાગવી ખેતી રાખી પોતાનું તથા પરીવારનું ગુજરાન ચલાવતા હતા.તેમના લગ્ન આશરે અઢારેક વર્ષ પહેલા રેખાબેન સાથે થયા હતા.ત્રણ સંતાનો ના સુખી દામ્પત્યજીવનમાં પત્ની રેખાબેન ને આશરે બે વર્ષ પહેલા થાનગઢ તાલુકા ના સોનગઢ ગામના ભરત ભોપાભાઇ રંગપરા સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે અનૈતિક સંબંધ ની શરુઆત થવા પામી હતી.બન્ને પ્રેમી પંખીડાઓ અવારનવાર ગામમાં મળતા હતા તેમજ ફોનમાં વાત કરતા હતા.

કામાંધ પત્નિ રેખા તેમજ તેનો પ્રેમી ભરત સાથે જીંદગી જીવવાના સપના જોતા હતા પરંતુ તેનો પતિ જેમાભાઇ વચ્ચે નડતરરૂપ હોય તેનું કાસળ કાઢી નાખવાનું બન્ને એ નક્કી કર્યું હતું . ગત તારીખ 13 / પ  ના રોજ મોકો જોઇ રેખા એ તેના પ્રેમીને ફોન કરી વાડીએ આવવાનું કહ્યું હતું.

વાત થયા મુજબ બન્ને પતિ પત્નિ વાડીએ સુવા ગયા બાદ મોડી રાત્રે ભરત વાડીએ પહોંચી ગયો હતો.આ સમયે ભરનિંદ્રા માં સુતેલા જેમાભાઇ ને રેખા તથા ભરતે સાથેમળી દુપટ્ટો તેમજ સાડી નો ગાળીયો નાખી ફાસો દેવાનો પ્રયત્ન  કરતા જેમાભાઇ જાગી ગયા હતા અને રાડારાડ કરતા બન્નેએ મોઢુ દબાવી ફાસો દેતા તેમનુ મૃત્યુ થયું હતું .

પોતાના ભત્રીજા ને ફોન કરી વાડીએ બોલાવી તારા કાકા એટલે કે જેમાભાઇ રાતે માલઢોર ચારવા જતા તારમાં ફાસો આવી જતા મૃત્યુ પામ્યા છે ની વાત ઉપજાવી કાઢી હતી.રાતે મૃતક ના ભાઈ તેમજ ભત્રીજા એ આવી ખાટલા માં રાખેલ જેમાભાઇ ને જોતા શંકા ઉપજી હતી તેથી વાડીમાં બેટરી લઇ બધે તપાસ કરી હતી તેમજ દવાખાને લઇ જવાનું કહેતા રેખા એ ના પાડી હતી તેમજ બધા સગા સબંધીઓ રાતે વાડીએ આવી ને જોતા મૃતક જેમાભાઇ ના ગળા ના ભાગે ફાસો આપવાના નિશાન પડી ગયા હતા.

ત્યારબાદ કુટુંબીજનો એ રીતરીવાજ મુજબ મૃતક ના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતો.પરંતુ પરિવારજનોને જેમાભાઇના મોત બાબતની આશંકાએ વધુ તપાસ હાથ ધરતા વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો. આ અંગે સાયલા પોલીસ સ્ટેશના પી.એસ.આઇ એસ.એસ.વરૂ અને મહિલા પોલીસ સંગીતાબેને રેખાબેનની પુછપરછ કરતા રેખાબેન ભાંગી પડયા હતા. અને બે વર્ષથી સોનગઢના ભરતભાઇ ભોપાભાઇ રંગપરા સાથે પ્રેમ સબંધ હોવાનું અને પતિનું કળસ કાઢયું માટે પૂર્વ આયોજીત કાવતરુ કર્યુ હોવાનુ કબૂલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.