- વૃધ્ધાની સોનાની માળાની તેમજ એક યુવતીના ગળામાંથી સોનાનો પેન્ડલની ચિલઝડપ કરતા લોકોએ પકડી પોલીસ હવાલે કરી : અન્ય શખ્સોની શોધખોળ
શહેરમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ચોરી,લૂંટ અને ચીલ ઝડપના અને બનાવો બનાવ ઓમ્યા છે.ત્યારે મવડી મેઈન રોડ પર આવેલ શાકમાર્કેટમાં ખરીદી કરવા આવેલ મહિલાઓના ગળા હળવા કરતી ગેંગની એક મહિલાને લોકોએ પકડી માલવિયા પોલીસને હવાલે કરી હતી. જ્યારે તે ઠગ મહિલાએ એક પટેલ વૃધ્ધા અને યુવતીના ગળા હળવા કરી સોનાના દાગીના રૂ.૯૫ હજારના મુદામાલની ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી ગેંગના અન્ય શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ બિગ બજાર પાસે આવેલ ન્યુ મારુતિ પાર્કમાં રહેતા ઓતમબેન દામજીભાઈ ભુતએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તેની પડોશમાં રહેતા મધુબેન પાનસુરીયા સાથે મવડી મેઈન રોડ ઉપર આવેલ શાકમાર્કેટમાં ખરીદી કરવા ગયેલ હતાં. દરમિયાન તેઓ માર્કેટમાં ફરતા ફરતા સુખસાગર ડેરીની સામે શાકભાજીની લારી ઉપર ખરીદી કરી રહેલ ત્યારે તેઓને જાણ થયેલ કે, તેને ગળામાં પહેરેલ સોનાનીદોઢ તોલાની તુલસીમાળા ગાયબ હતી. તે મામલે તેઓ તેના પુત્રને ફોન કરી વાત કરતાં હતાં ત્યારે તેનાથી દસેક ફુટ દૂર બે મહિલાઓ ઝઘડો કરતી હતી. ફરિયાદી ત્યાં જોવા જતાં એક મહિલા બીજી મહિલાને પકડી રાખી અને કહેતી હતી કે, આ બહેને તેની દિકરીના ગળામાં પહેરેલ સોનાનો ઓમકાર કાપી લીધેલ છે અને ત્યારબાદ આજુબાજુમાં ખરીદી કરી રહેલ લોકોએ ૧૦૦ નંબરમાં કોલ કરી પોલીસ બોલાવેલ અને તે બહેનનુ નામ પુછતા તેને જ્યોતીબેન દિલીપભાઈ પટેલ (રહે. દ્વારકાધીશ સોસાયટી શેરી નં.૦૨) હોવાનું જણાવ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, થોડીવાર બાદ પોલીસ સ્ટાફના માણસો આવી ગયેલ અને તેઓ તથા જ્યોતીબેન અને તેની પુત્રીના ગળામાંથી ઓમકાર ચોરી લેનાર કાજલ કિશન સોલંકી (રહે. જંકશનરેલ્વે સ્ટેશન બહાર ઝુપડપટ્ટી) સાથે પોલીસ મથકે આવેલ હતાં. કાજલની પૂછપરછમાં તેને જણાવ્યું કે, ફરિયાદીની સોનાની તુલશી માળા બાબતે તે કંઈ જાણતી નથી. જેથી કાજલ તથા તેની સાથેના અજાણ્યાં શખ્સો તેના ગળામાંથી સોનાની દોઢ તોલાની તુલસી માળા રૂ. ૯૦ હજાર અને જ્યોતી બેનની દીકરીના ગળામાંથી સોનાનો એક ગ્રામનો ઓમકાર રૂ.૫ હજાર મળી કુલ રૂ. ૯૫ હજારના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.જેથી માલવિયા પોલીસે ગુનો નોંધી મહિલાના અન્ય ગેંગના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.