ખેલૈયાઓ પરિવાર સહ  મનમુકીને ગરબે ધુમશે

સરદાર પટેલ ગ્રુપ સેવા   ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું પરંપરાગત રીતે ખેલૈયાઓ માટે સુંદર  આયોજન કરવામાં આવેલ છે. આયોજકોમાં  પ્રમુખ સહિતના  કાર્યકરો  ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાતે આવેલ હતા. તેઓએ નવરાત્રીના  મહોત્સવ અંગે વિગતવાર  માહિતીઆપી હતી.

સરદાર પટેલ  યુવા ગ્રુપ દ્વારા  નવરાત્રીનું  તા.26 થી 5.10 સુધી રોજીંદા  રાત્રી 8 વાગ્યાથી  12 વાગ્યા સુધી, બાપા સીતારામ ચોક, મવડી  ખાતે રાખવામાં આવેલ  છે. અબતકની મુલાકાતે આવેલ દિપભાઈ  રૈયાણી (પ્રમુખ)  સંજયભાઈ  હિરપરા, પંકજભાઈ, ભાવેશભાઈ બાલધા તથા ભરતભાઈ સભાયા દ્વારા સંપૂર્ણ   કાર્યક્રમનું આયોજન થનાર છે. નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે . જેમાં ઢોલના ધબકારે પરિવાર સાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમશે .

જસ્મીનભાઈ પીપળીયા (એસપીજી સૌરાષ્ટ્ર અધ્યક્ષ), લાલજીભાઈ ચોવટીયા, મહેન્દ્રભાઈ વાછાણી, યતીનભાઇ રોકડ, દિપકભાઈ રૈયાણી, ભાવેશભાઈ કિયાડા , સંજયભાઈ અજાણી , રાજુભાઈ વઘાસિયા , સંજયભાઈ હિરપરા , રજતભાઈ સભાયા , કિશોરભાઈ વસોયા , ચંદ્રેશભાઇ ખૂંટ , મેહુલભાઈ ઠેસિયા , મહેશભાઈ આસોદરીયા , જયેશભાઈ બોઘરા (માર્કેટિંગ યાર્ડ ચેરમેન ) પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ સહિતના આયોજક કમિટીના સભ્યો સમગ્ર આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એસપીજીને  મળેલું દાન સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે આ ઉપરાંત શહીદોના પરિવારને રોકડ આર્થિક સહાય , ગૌશાળામાં ઘાસચારો , ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય , આરોગ્ય સેવા , 24 કલાક રક્તદાન સેવા તેમજ કુદરતી આફતોમાં જરૂરી સહાય જેવા પ્રકલ્પો સંસ્થા દ્વારા પ્રયોજવામાં આવે છે. વધુ માહિતી માટે  9725619476  ઉપર સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.